Today Gujarati News (Desk)
મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ભારતમાં પહેલીવાર સાડી વોકેથોન સુરતના આંગણે યોજાયું હતું. આ સાડી વોકેથોનમાં મીની ભારતનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ગુજરાતના જુદા જુદા પ્રાંતની સાડીઓ પહેરીને મહિલાઓ વોકેથોન માટે આવ્યા હતા. સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે અને આજે ”એક ભારત અને શ્રેષ્ઠ ભારત” નું ઉદાહરણ આજે જોવા મળ્યું છે તેવું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. ના સંયુકત ઉપક્રમે મહિલાઓમાં ફિટનેશ વિશે જાગૃતિ લાવવાવાં હેતુથી સુરત શહેરમાં પોલિસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઈન્ટ બ્રિજ નીચેથી યુ-ટર્ન લઈ પોલિસ પરેડ ગ્રાઉન્ડ સુધીના ” સુરત સાડી વોકેથોન”નું સવારે ૬:૩૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યું હતું.
સાડી એ ભારતદેશની સંસ્કૃતિ તથા ભારતીય મહિલાની આગવી ઓળખ છે. ભારત ટેક્ષટાઈલ્સનાં અલગ અલગ વિવિંગ અને સાડી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુરત શહેર પણ સમ્રગ ભારત દેશમાં ટેક્ષટાઈલ્સ ઉદ્યોગ માટે જાણીતું છે. સુરત એ મીની ભારત છે, જ્યાં વિવિધ પ્રાંતના લોકો વસે છે. ભારતની શાન અને સંસ્કૃતિનું પ્રતિક એવી સાડીમાં સુરતમાં વસતી બધા જ પ્રાંતની મહિલાઓએ પોતાના રાજ્યના આગવા પરિવેશમાં સાડી વોકેથોનમાં ભાગ લીધો હતો.