Today Gujarati News (Desk)
ઈસ્લામિક સ્ટેટ (ખુરાસાન) યાની ISIL-K અફઘાનિસ્તાનમાં ભારત, ઈરાન અને ચીનના દૂતાવાસ પર આતંકવાદી હુમલો કરવાની ધમકી આપી છે. આ આતંકી સંગઠન તાલીબાન અને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો વચ્ચેના સંબંધોમાં તિરાળ ઉભી કરવાના પ્રયાસોમાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે એક રિપોર્ટમાં આ હુમલા અંગેનો ખુલાસો કર્યો છે.
ગુરુવારે UNએ ‘આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો’ વિષય પર એક બેઠક યોજી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISIL (ખુરાસાન)એ પોતાને તાલિમાનના મુખ્ય વિરોધી ગણાવ્યું છે. તેનું કહેવું છે કે, તાલિબાનના લડવૈયા દેશને સુરક્ષા પૂરી પાડવામાં સક્ષમ નથી.
આતંકી હુમલા અંગેનો UNનો ગંભીર રિપોર્ટ ?
ગુટેરસે રિપોર્ટમાં વધુમાં કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ગત 7 સપ્ટેમ્બરે કાબુલમાં રશિયન દૂતાવાસ પર પ્રથમ હુમલો થયો હતો. ઈસ્લામિક સ્ટેટ (ખુરાસાન)એ પાકિસ્તાનના દૂતાવાસ અને ચીનના નાગરિકો જે હોટલમાં આવતા-જતા હોય છે, ત્યાં હુમલો કરવાનો ડિસેમ્બરમાં દાવો કર્યો હતો.
ખુરાસાનમાં લગભગ એકથી ત્રણ હજાર આતંકવાદીઓ
અહેવાલો મુજબ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો મધ્ય અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં ઈસ્લામિક સ્ટેટ ખુરાસાનમાં લગભગ એકથી ત્રણ હજાર આતંકવાદીઓ સામેલ છે. આમાંથી 200 જેટલા આતંકવાદીઓ મધ્ય એશિયાઈ મૂળના છે, જેની સંખ્યા 6 હજારની આસપાસ છે તેમજ અત્યાર સુધી તેઓ પૂર્વ કુનાર, નંગરહાર અને નૂરિસ્તાન પ્રાંતોમાં હતા, જોકે હવે એક બહોળી સંખ્યા ધરાવતું સેલ કાબુલ અને તેની આસપાસ સક્રિય થઈ ગયું છે.