Today Gujarati News (Desk)
ભાવનગરના ડમીકાંડમાં ઝડપાયેલા ચાર શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં જેમાં કોર્ટે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડમીકાંડમાં LCBના ઇન્ચાર્જ PI દ્વારા 36 શખ્સો સામે ગુનો નોંધાયો છે.
રાજ્યમાં વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા એવા યુવરાજસિંહ પર ડમીકાંડ મામલે ખુબ જ ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે. યુવારજસિંહ સામે ગેરરીતિ કરનારને છાવરવામાં પ્રયાસ કારાત હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. યુવરાજસિંહના જૂના સાથી બિપીન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર ડમીકાંડમાં નામ ન લેવા માટે રુપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. ડમી કાંડમાં આમ આદમી પાર્ટીના આગેવાનની સંડોવણીના પણ સમાચાર સામે આવી છે. આમ આદમી પાર્ટીના આગેવાન સામે પોલીસ ફરિયાદ થઈ છે. સિહોરના સંગઠન મંત્રીની પણ સંડોવણી ખૂલી હોવાનુ જાણવા મળ્યુ છે.
આ મામલે ચાર આરોપીની ધરપકડ કરી
ભાવનગર LCBએ ડમી કાંડમાં આજે 4 આરોપીની ધરપકડ કરી છે. તળાજાના 4 ઈસમોની LCB દ્વારા ધરપકડ કરાઈ છે. ભાવનગર LCB દ્વારા 36 લોકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કુલ 36 આરોપીઓ પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના છે.