Today Gujarati News (Desk)
દક્ષિણ તુર્કીના ગામ ડેમિરકોપ્રૂ (Demirkopru Village Turkey)માં 1,000 લોકોના ઘર આવેલા છે. ગામમાં ઈમારતની ચારેતરફ ગંદા પાણીમાં તરતા કાટમાળના ટુકડા, તૂટેલા રોડ અને આમ તેમ વિખેરાયેલા ઘર જોઈ શકાય છે. 42 વર્ષિય ખેડૂત અને ગ્રે હાઉસના માલિક માહિર કરાતસે કહ્યું કે, ઘર 13 ફુટ નીચે જતું રહ્યું છે અને જમીન ઘરની ઉપર આવતી રહી છે.કરતાસના ઘરની નજીક અડધો ડઝન બિલ્ડીંગ, એવું લાગે છે કે, કુદરતના ક્રોધનો સામનો કરી રહી છે. એક કાળી અને સફેદ ગાયનું શરીર એક ફાર્મ શેડના અવશેષની અંદર સુકી માટીમાં ફસાઈ ગયું છે. સૌભાગ્યથી ભારે નુકસાન છતાં ડેમિરકોપ્રૂમાં કોઈનું મોત થયું નથી. પણ અમુક લોકો ઘાયલ થયા છે.
હૈતાય પ્રાંતમાં બચાવનો પ્રયાસ ઘણા બધા અંશે અંતાક્યા પર આધારિત છે. જે એક પ્રાચીન શહેર છે. ડેમિરકોપ્રુ આ શહેરથી 20 કિમી દૂર છે. જે ભૂકંપના કારણે બે ભાગમાં ફંટાઈ ગયું છે. રહેવાસીઓએ કહ્યું કે, ઝટકા દરમિયાન પાણી જમીનની નીચેથી ઉપર આવવા લાગ્યુ અને સ્થિર થઈ ગયું.
હવે આ ગામમાં એક જેવા દેખાય તેવા એક પણ રોડ નથી. રસ્તાની ઈંટો એકબીજાથી એક મીટર જેટલી ઊંચી નીચી થઈ ગઈ છે. છત પર રહેતા 38 વર્ષિય મૂરત યારે કહ્યું કે, અહીં એક દ્વિપ જેવું બની ગયું છે. અમે પાણી અને રેતને જમીનમાંથી બહાર નીકળતા જોઈ છે.
યારે કહ્યું કે, ભૂકંપ બાદ અહીંના ઘર એવા થઈ ગયા છે, લોકો પોતાના ઘરના બીજા માળેથી પણ આરામથી કૂદી શકે છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ગામના લોકો અધિકારીઓએ સૂચવેલા સ્થળ તરફ ભાગવા લાગ્યા હતા. જો કે, ભૂકંપ એટલો ભયાનક હતો કે, સુરક્ષિત જગ્યા સુધી પહોચી શક્યા નહીં.
એક સ્કૂલની સામે જેનો ગેટ ભૂકંપમાં 20 મીટર દૂર જઈને પડ્યો, ત્યાં મોટી ખાડ બની ગઈ છે. પણ ઈમારતનો આગળનો ભાગ તુટી ગયો છે. આગળ થોડી વાર પછી એક બીજી ઈમારત માટીના ઢગલા પર પડે તેમ ધરાશાયી થઈ હતી.