ફાઈલ ફોટો : મદ્રાસ હાઈકોર્ટે |
રીના પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી /મદ્રાસ હાઇકોર્ટે મેરેજ અંગે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે પોતાના ચુકાદામાં ઠરાવ્યું હતું કે કોઈપણ સમારોહ વિના થયેલા લગ્ન ગેરમાન્ય ગણાશે. જેનો સીધો અર્થ એ થાય છે કે જો લગ્ન નોંધણી અથવા લગ્ન સર્ટિફિકેટ મેળવી હશે તો પણ લગ્નનો સમારોહ નહીં થયો હોય તો લગ્ન માન્ય ગણાશે નહીં અને આ પ્રકારના લગ્ન ફેક લગ્ન ગણાશે હાઇકોર્ટના જસ્ટિસ આર વિજયકુમાર એ જણાવ્યું હતું કે યુગલે તેમના ધર્મના સમારંભ અને રીતે રિવાજ મુજબ લગ્ન કરવા અનિવાર્ય રહેશે. અને તે રીતે લગ્ન થયા હશે તો જ તામિલનાડુ મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ 2019 મુજબ લગ્ન રજીસ્ટ્રેશન થઇ શકશે કોટી એ પણ સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન નોંધણી કરનાર અધિકારી ખરા પણ કરે કે ખરેખર લગ્ન થયા છે કે નહીં અને આ ખરાઈ થયા બાદ જ લગ્ન યોગ્ય રીતે થયેલ ગણાશેMadras High Court
હાઇકોર્ટ ના તારણો :-
ધર્મ અનુસાર લગ્ન સમારંભ થવો જરૂરી Madras High Court
યુગલ ધર્મના સમારંભ, રીતિ રિવાજ મુજબ લગ્ન કરે તે જરૂરી Madras High Court
લગ્ન નોંધણી કરનાર ખરાઈ કરે કે ખરેખર લગ્ન થયા છે કે નહિ ?Madras High Court
મદ્રાસ હાઇકોર્ટે 2015 માં નોંધાયેલ એક કેશની સુનાવણીમાં આ ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટમાં એક મુસ્લિમ મહિલાએ પોતાના લગ્નની નોંધણી રદ કરવાની દાદ માંગી હતી.આ મહિલાનું કહેવું હતું કે તેનો પિતરાઈ ભાઈ તેની માતા બીમાર છે તેવું બહાનું બનાવી તેને કોલેજમાંથી ઉઠાવી ગયો હતો.અને તે બાદ યુવતીને આ યુવકે ધમકી આપી કહ્યું હતું કે જો તે તેની સાથે લગ્ન નહીં કરી તો તે તેના માતા-પિતાને મારી નાખશે.આ ધમકી આપ્યા બાદ યુવક પીડિતાને સબ રજીસ્ટાર ઓફિસમાં લઈ ગયો હતો .અને મેરેજ સર્ટિફિકેટમાં યુવતીની સહી કરીને લગ્ન નોંધાવ્યા હતા જોકે પીડિત મહિલાએ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે તેના લગ્ન મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ થયા નથી અને મુસ્લિમ સમાજ મુજબ તેનો કોઈ સમારોહ પણ યોજાયો ન હતો.જે બાદ કોર્ટે આ ફેંસલો આપ્યો હતોMadras High Court