Today Gujarati News (Desk)
મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાનું એક ગામ એવુ છે જ્યાં રાવણનો અંત છ મહિના પહેલા થાય છે. જિલ્લાના ચિકલાના ગામમાં રાવણની મૂર્તિનું નાક કાપીને છ મહિના પહેલા જ તેનો પ્રતીકાત્મક અંત કરી દેવામાં આવે છે. આ ગામમાં શારદીય નવરાત્રિના બદલે ચૈત્ર નવરાત્રિમાં રાવણના અંતની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે.ગામની આ અનોખી પરંપરામાં ગ્રામજનો ચૈત્ર નવરાત્રિના દસમા દિવસે ભવ્ય સમારોહ આયોજિત કરીને ભાલાથી રાવણનું નાક કાપીને તેનો અંત કરે છે. ત્યાં શારદીય નવરાત્રિના દશેરાએ રાવણ દહન થતુ નથી. અગાઉ ગામમાં ભવ્ય ચલ સમારોહનું આયોજન થાય છે જે બાદ રામ અને રાવણની સેના કાર્યક્રમ સ્થળ પર પહોંચે છે. ત્યાં બંને સેના વચ્ચે વાગ્યુદ્ધ પણ થાય છે. જે બાદ રાવણનો અંત કરવામાં આવે છે.
રાવણનું નાક કાપીને તેમનો અંત કર્યાના પહેલા રામ અને રાવણની સેના વચ્ચે ખૂબ વાગ્યુદ્ધ થાય છે. જેને જોવા માટે આસપાસના ગામના લોકો પણ ત્યાં પહોંચે છે. દશમી પર થનારા આ ઉત્સવને લઈને સમગ્ર ગામના લોકો દશેરા મેદાન પર એકઠા થાય છે અને ઉત્સવ મનાવે છે. ચિકલાના ગામમાં થનારા આ આયોજનને લઈને ગ્રામજનો ખૂબ ઉત્સાહિત રહે છે. અહીં કાર્યક્રમ પહેલા ભગવાન રામનું જુલૂસ પણ કાઢવામાં આવે છે. જેમાં રામ ભક્ત ઝૂમતા ગાતા, જયકાર કરતા નીકળે છે. ગામમાં થનારા આયોજનને લઈને બે દિવસ મેળો પણ ભરાય છે.