Today Gujarati News (Desk)
દિલ્હી દારૂ પોલિસી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનિષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. સિસોદિયાને તિહાર જેલમાં રાખવામાં આવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સ્પેશિયલ CBI જજ એમકે નાગપાલે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
દિલ્હી દારૂ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલ સિસોદિયાને CBI આજે એટલે કે 6 માર્ચે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. 4 માર્ચે કોર્ટે સિસોદિયાના સીબીઆઈ રિમાન્ડ બે દિવસ (6 માર્ચ) માટે વધાર્યા હતા, જે આજે પૂરા થયા હતા.
કોર્ટે આપ્યો આ નિર્દેશ…
જેલ સુપ્રિટેન્ડેંટ આરોપીને મેડિટેશન સેલમાં રાખવાની અપીલ પર ધ્યાન આપે.
સિસોદિયાને જેલમાં પોતાની સાથે ડાયરી, પેન, ભગવત ગીતા અને ચશ્મા રાખવા દેવા જોઈએ.
સિસોદિયાને MLCમાં લખેલી દવાઓ પણ લેવાની મંજુરી છે.
મનીષ સિસોદિયાને હવે 20 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.