Today Gujarati News (Desk)
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરના ED રિમાન્ડ લંબાવવામાં આવ્યા છે. આ રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં EDનું કહેવું છે કે, તેમને દીપક રામદાનીની પૂછપરછ કરવાની છે. EDને સુકેશ દ્વારા જેલ સત્તાવાળાઓને કરવામાં આવેલી ચૂકવણીની માહિતીની જરૂર છે. સુકેશ ઉપરાંત EDએ તેના સાથી દીપક રામદાનીના પણ પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
કરોડોના મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સિવાય પણ અનેક નામો સામે આવ્યા છે. હવે આ મામલે એક નવું નામ પણ સામેલ થયું છે. જેમાં ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પર સકંજો કસવામાં આવ્યો છે. EDએ આ કેસમાં કરીમ મોરાનીને સમન્સ જારી કર્યા છે. કરીમ મોરાની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. જેકલીન અને નોરા બાદ હવે તેમને પણ શંકાના દાયરામાં લેવામાં આવ્યા છે.
ફિલ્મમેકર કરીમે શાહરૂખ ખાનની હિટ ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ અને રા વન જેવી હિટ ફિલ્મો બનાવી છે. આ સિવાય તે મોરાની ફિલ્મ પ્રોડક્શન અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીનો પણ માલિક છે. જોકે, આ પહેલીવાર નથી કે, કરીમ મોરાનીનું નામ વિવાદોમાં ફસાયું હોય. આ પહેલા પણ તે બે વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. 2જી સ્પેક્ટ્રમ કેસમાં કરીમ મોરાનીનું નામ ફસાયું હતું. તે જ સમયે, તે હવે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં EDની શંકાના દાયરામાં છે.