Today Gujarati News (Desk)
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ મહત્વ હોય છે. આ દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે શિવભક્તો પુજા, અર્ચના અને વ્રત કરતાં હોય છે. જેથી ભક્તો પર શિવજીની કૃપા અવિરત વરસતી રહે. મહાશિવરાત્રીના આ તહેવારમાં માત્ર મહાદેવની સ્તુતિ કરવાથી ભક્તોના દુખ દુર થાય છે. એવુ પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલીંગના દર્શનના માત્રથી કષ્ટો દુર થાય છે.
તિથિ અનુસાર ક્યારે શિવરાત્રી ઉજવવી જોઈએ 18 ફ્રેબુઆરી કે પછી 19 ફેબ્રુઆરીએ
મહાશિવરાત્રીનો તહેવાર વર્ષમાં બે વાર આવે છે. એક ફાગણ માસમાં અને બીજો શ્રાવણ માસમાં ઉજવવામાં આવે છે. ફાગણ માસમાં ઉજવવામાં આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. મહાશિવરાત્રીમાં લોકો અનેક રીતે ભગવાન શિવની આરાધના કરતા હોય છે.
મહાશિવરાત્રીનું મહત્વ
મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરો સુંદર શણગાર કરવામાં આવે છે. ભક્તો આખો દિવસ નિરઆહાર રહીને વ્રત-ઉપવાસ કરે છે. સાંજે ફળો, દૂધ વગેરે સાથે શિવ મંદિરોમાં જઈ દૂધ અને શુદ્ધ જળથી શિવલિંગને સ્નાન કરાવે છે. ત્યારબાદ ફળો, ફૂલો અને દૂધ શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે. આ કાર્ય ખુબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. આ સાથે ભગવાન શિવના વાહન નંદીની પણ આ રાત્રે પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રી પર ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે.
ક્યારે છે મહાશિવરાત્રી
હિંદુ પચાંગ પ્રમાણે મહાશિવરાત્રીની શરૂઆત 18 ફ્રેબુઆરીની રાત્રે 8 કલાક અને 3 મીનીટ શરુ થશે અને તા.19 ફેબ્રુઆરી, રવિવારેની સાંજે 4 કલાક અને 19 મીનીટે સમાપ્ત થશે. મહાશિવરાત્રીમાં રાત્રીના સમયે ચાર પ્રહરમાં પૂજા થતી હોય છે.
નિશિતા કાલનો સમય – 18 ફેબ્રુઆરી, બપોરે 11.52 થી 12.42 સુધી
પ્રથમ પ્રહોરની પૂજાનો સમય – 18 ફેબ્રુઆરી, સાંજે 06.40 થી 09.46 સુધી
બીજા પ્રહોરની પૂજાનો સમય – 18 ફેબ્રુઆરી,રાત્રે 09.46 થી 12.52 સુધી
ત્રીજા પ્રહોરની પૂજાનો સમય – 19 ફેબ્રુઆરી, બપોરે 12:52 થી 03:59 સુધી
ચોથા પ્રહોરની પૂજાનો સમય – 19 ફેબ્રુઆરી, સવારે 03:59 થી 07:05 સુધી
પારણનો સમય – 19 ફેબ્રુઆરી, 2023, સવારે 06.10 થી બપોરે 02.40 સુધી
મહાશિવરાત્રીમાં પૂજાની વિધિ
મહાશિવરાત્રીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી વ્રત કરવાનો સંકલ્પ કરો. આ પછી શિવ મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરવી. શિવલિંગ પર શેરડીનો રસ, કાચું દૂધ કે શુદ્ધ ઘીનો અભિષેક કરવો. ત્યારબાદ મહાદેવને બીલીપત્ર, ભાંગ, ધતુરા, જાયફળ, કમળ કાકડી, ફળ, ફૂલ, મીઠાઈ, મીઠુ પાન, અત્તર વગેરે અર્પણ કરો. આ પછી ત્યાં ઉભા રહીને શિવ ચાલીસાનો પાઠ કરી અને શિવ આરતી કરો.