Today Gujarati News (Desk)
અદાણી ગ્રુપ અંગે હિડનબર્ગના અહેવલા આવ્યાને એક મહિનો થવા આવ્યો જોકે હજુ પણ માર્કેટમાં અદાણી ગ્રુપના શેર્સ સ્થિર થઈ રહ્યા નથી. જો વાત કરીએ તો બજારમાં અદાણી ગ્રુપની કુલ લિસ્ટેડ 10 કંપનીઓના શેરની કિંમતોમાં ગત 25 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી સુધીમાં કુલ 21થી 77 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ ઘટાડો અદાણી ટોટલ ગેસના શેરમાં જોવા મળ્યો છે. આજે પણ અદાણી ટોટલ ગેસના શેરમાં લોઅર સર્કિટ લાગી હતદી અને શેર 833ની સપાટીએ પહોંચી ચૂક્યો હતો.
આ ઉપરાંત આજે બજારમાં અદાણી ગ્રુપના અન્ય બીજા શેર્સમાં પણ લોઅર સર્કિટ લાગી હતી. જેમાં અદાણી ગ્રીન એનર્જી (539.05), અદાણી પાવર (162.45), અદાણી વિલ્મર (390.30) અને અદાણી ટ્રાન્સમિશન (789.00) ના સ્તરે રહ્યા હતા. આ તમામ શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ આજે બજારમાં ટોપ લુઝર રહ્યો છે અને 10.58 ટકાના ઘટાડા સાથે શેર 1404.85 રુપિયા પર પહોંચ્યો હતો જ્યારે અદાણી પોર્ટ્સ 6.19 ટકાના ઘટાડા સાથે બીજા નંબરે ટોપ લુઝર્સ રહ્યો છે.