Today Gujarati News (Desk)
જો કોઈ વ્યક્તિને હકીકતમાં એક ઈમેલ આવી જાય કે તેઓ લાખોપતિ બની ગયા છે તો શું થાય. જે પ્રકારે આજકાલનું વાતાવરણ છે. ઘણા લોકોને લાગે કે આ ઈમેલ બનાવટી છે. અમેરિકાની એક મહિલાને તેમના ઈમેલ પર એક મેલ આવ્યો જેમાં લખ્યુ હતુ કે તેઓ લખપતિ બની ગયા છે.
મળતી માહિતી અનુસાર મિશિગનના ઓકલેન્ડ કાઉન્ટીના રહેવાસી 47 વર્ષીય એક મહિલાને પણ લખપતિ બનવાની આશા હતી પરંતુ તેઓ જાણતા હતા કે આજકાલ ઓનલાઈન સ્કેમ કેટલા વધી રહ્યા છે. તેથી જ્યારે તેમને અચાનક જ લોટરી તરફથી એક મેલ આવ્યો જેમાં લખ્યુ હતુ કે તેમણે $110,689 એટલે કે 91 લાખ રૂપિયા જીતી લીધા છે ત્યારે મહિલાએ તે ઈમેલને વાંચ્યો અને તેમને લાગ્યુ કે તે સ્કેમ છે અને કોઈ પણ લિંક પર ક્લિક કરવાથી તેમના એકાઉન્ટના રૂપિયા કપાઈ જશે પરંતુ અમુક જ કલાકો બાદ જ્યારે તેમની ઉપર ફોન આવ્યો ત્યારે તેમને ખબર પડી કે તેઓ સાચે જ લોટરી જીતી ચૂક્યા છે.
મહિલાએ લોટરીની વેબસાઈટ પર મંથલી જેકપોટ રમ્યો હતો. જે બાદ 14 ડિસેમ્બરે લકી ડ્રો માં તેમનુ નામ નીકળ્યુ અને તેઓ જીતી ગયા. મહિલાએ વેબસાઈટને કહ્યુ કે તેમને ખબર તો હતી કે તેમણે જેકપોટ રમ્યો છે પરંતુ એ વાતનો વિશ્વાસ હતો કે તેઓ જીતશે નહીં. તેથી મેલ જોઈને તેમને ખૂબ નવાઈ લાગી. બાદમાં તેઓ કંપનીના હેડક્વાર્ટર ગયા અને તેમણે ત્યાંથી રૂપિયા લીધા હવે તેઓ આ રૂપિયાથી તેમના ઘરની બનાવટમાં ખર્ચ કરવા ઈચ્છે છે.