Today Gujarati News (Desk)
ભારતના દરિયાકિનારે આવેલા વિસ્તારોમાં માછીમારો (Fishing)ની મોટી વસ્તી છે. ખાસ કરીને ગુજરાતને દરિયાકાંઠાનો બહોળો લાભ મળે છે. અહીંના દરિયાકાંઠે અનેક લોકો માછીમારી (Fishing In Gujarat) સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે. આવી સ્થિતિમાં સી-ફૂડ સેક્ટરમાં કોઈ પણ ફેરફાર તેમના જીવન પર મોટી અસર કરે છે. ત્યારે કતારે મોટો નિર્ણય લઈને ભારતમાંથી આયાત થતા સીફૂડ પરના પ્રતિબંધોને આંશિક રીતે હટાવી દીધો છે.
ભારતમાં સીફૂડ કે મરીન પ્રોડક્ટની નિકાસમાં જવાબદારી સંભાળતા મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમપીઈડીએ)એ તાજેતરમાં જણાવ્યું હતું કે, કતારે ભારતમાંથી ફ્રોઝન સીફૂડની આયાત પર ગયા વર્ષે લાદવામાં આવેલા પ્રતિબંધને આંશિક રીતે હટાવી લીધો છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878