Today Gujarati News (Desk)
જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે જવુ હોય અને તમારી પાસે ફ્લાઈટનું ઓપ્શન હોય તો તમે ટૂંક સમયમાં પહોંચવા માટે તેને જ પસંદ કરશો. કારણ કે હવે ફ્લાઈટ અને ટ્રેનના ભાડામાં કંઈ વધારે તફાવત રહ્યો નથી. ફ્લાઈટમાં મુસાફરી કરવી આરામદાયક રહે છે સાથે જ સમય પણ વધે છે અને થાક પણ લાગતો નથી. ધારો કે તમારે સવારે દિલ્હીથી મુંબઈ જવુ છે અને સાંજે પાછુ આવવુ છે તો તમે ફ્લાઈટમાં મુસાફરી કરીને આવુ કરી શકો છો ટ્રેનમાં આ શક્ય નથી.
લાંબા અંતરની ફ્લાઈટ જેમ કે ન્યૂયોર્કથી સિંગાપુર જે 16 કલાકથી વધુ સમયની ફ્લાઈટ છે. જોકે દુનિયાની સૌથી ઓછા અંતરની ફ્લાઈટ વિશેની વાત કરીએ તો તે માત્ર 53 સેકન્ડ માટે ઉડે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે લોકો આનો ઉપયોગ કરે છે. પેસેન્જર્સ આ ફ્લાઈટ દ્વારા દરરોજ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે.
એક મિનિટ કરતા પણ ઓછા સમયની આ ફ્લાઈટ માટે લોકોને લગભગ 14 પાઉન્ડ (1250 રૂપિયાની આસપાસ) ખર્ચ કરવા પડે છે. જોકે, સ્કોટલેન્ડના હિસાબે આ ભાડુ ખૂબ ઓછુ છે. જોકે, ભાડુ ઓછુ હોવા પાછળ સરકારનું આયોજન છે કારણ કે ત્યાંની સરકાર બે ટાપુઓ પર રહેતા લોકોને આ પ્લેનના ભાડામાં સબસિડી આપે છે. તેથી ત્યાં લોકોને ભાડુ ઓછુ આપવુ પડે છે. આ બંને ટાપુઓની વસતી લગભગ 690 છે.
આ ટાપુઓના નામ વેસ્ટ્રો અને પાપા વેસ્ટ્રે છે. વેસ્ટ્રેની વસતી 600 અને પાપા વેસ્ટ્રેની વસતી 90 છે. આ લોકોની મુસાફરી માટે જે ફ્લાઈટ ચાલે છે તેમાં એક વખતમાં 8 લોકો જ મુસાફરી કરી શકે છે. આ બંને ટાપુ સ્કોટલેન્ડમાં આવેલા છે.