Today Gujarati News (Desk)
બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ શનિવારે એક અખબારી યાદી મારફત સ્પષ્ટતા કરી હતી કે બજારની સ્થિરતા અને વિશ્વસ્નિયતા જાળવવા તે કટિબદ્ધ છે. છે. શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બાદ આજે સેબીની આ સ્પષ્ટતા આવી પડી છે.
પારદર્શી, યોગ્ય તથા સક્ષમ રીતે કામ કરવાનું પોતે ચાલુ રાખશે એમ અદાણી કટોકટી બાદ જારી કરેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું. લાંબા ગાળા સંદર્ભમાં જોવા જઈએ તો ભારતની બજારોને રોકાણકારોહકારાત્મક રીતે જોઈ રહ્યા છે. ગયા સપ્તાહમાં એક વેપાર જુથના શેરભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી એમ તેણે અદાણીના નામનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું હતું.
પોતાનીજવાબદારીના ભાગરૂપ સેબી બજારનું સક્ષમ રીતે કામ ચાલુ રહે તે માટે દેખરેખ રાખી રહ્યું છે અને ચોક્કસ શેરોમાં વધુ પડતી વોલેટિલિટીને પહોંચી વળવા નિરીક્ષણના દરેક માળખા કામ કરી રહ્યા છે.
કોઈપણ શેરભાવમાં ભાવની વોલેટિલિટીના કિસ્સામાં આ યંત્રણાઓ આપોઆપ કામ કરતી થઈ જાય છે એમ પણ સેબીએ સ્પષ્ટ કર્યું છે. બજારની વિશ્વસ્નિયતા જળવાઈ રહે તેની પણ સેબી ખાતરી રાખી રહ્યું છે.
ગઈકાલે એક નિવેદન મારફત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશની બેન્કોમાં સબસલામત હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આમ અદાણી મામલે હાલમાં ચાલી રહેલા વિવાદને થાળે પાડવા સરકાર તથા નિયામકો કમર કસી રહ્યાનું જણાય છે.