टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)
બનાસકાંઠામાં ધાનેરામાં અપક્ષ ચૂંટણી લડતા માવજીભાઈ દેસાઈનો એક વીડિયો શોશીયલ મીડિયામાં કોઈ અજાણ્યા ઈસમોએ વાઇરલ કર્યો છે.આ વીડિયો જૂનો છે.જ્યારે ભાજપે ધાનેરા વિધાનસભા ઉમેદવાર તરીકે ભગવાનભાઈ ચોધરી ને ટિકિટ આપી ત્યારે માવજીભાઈ દેસાઈ એ આપેલ શુભકામનાઓ નો હતો .
જોકે તે બાદ સ્થિતિઓ બદલાઈ હતી.અને ધાનેરા મતદારો ના કહેવાથી માવજીભાઈ અપક્ષ ચૂંટણી લડવા તૈયાર થયા હતા.હાલ તેઓ ના ટેકેદારો ના મત થી તેઓ જીતના ઉમેદવાર હોઇ ,તેમને બદનામ કરવા આ જૂનો વીડિયો પોસ્ટ કરાયો છે.જોકે માવજીભાઈ ધાનેરા થી લડી રહ્યા છે અને જીતશે .તેઓ ધાનેરા ના 2022 નાં વિધાયક છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો .
આ વીડિયો ફેંક અને જૂનો છે.તેવી ટુડે ન્યુઝ સમક્ષ સ્પષ્ટતા કરી,માવજીભાઈ દેસાઈના પીએ કમલેશભાઈ એ જણાવ્યું હતું કે,આ વીડિયો ખોટો અને ફેંક હોઇ,અમે તેને નકારીએ છીએ.
માવજીભાઈ દેસાઈ પોતાના મતવિસ્તાર ધાનેરામાં ચૂંટણી પ્રચારમાં છે : કમલેશભાઈ
#fakenews #FakeNewsMedia #mavajibhaidesai #BJPGujarat #Dhanera #banaskantha