Today Gujarati News (Desk)
રાજ્યના હવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમૌષ્મી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યાં મહેસાણા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના મનેડુતોને સાવચેતીના ઓગલ લેવાના ભાગ રૂપે જરૂરી માર્ગદર્શન આપી કાપણી કરેલો પાક સલામત સ્થળે રાખવા અને હાલમાં શરઆતના તબબકે જિલ્લામાં 5 હજાર હેકટરમાં થયેલ ઉનાળુ સહિતના પાકોમાં પાણત અને ખાતર કે દવા છંટકાવ ન કરવા સૂચન કરાયું છે જેથી વરસાદ આવે તો પાકને નુકસાન થી બચાવી શકાય તે પ્રકારનું માર્ગદર્શન કરાયું.
ખેતીવાડી અધિકારી બી.જે.જોષી એ જણાવ્યું કે તારીખ 13 થી 16 સુધીમાં કદાચ કમોસમી વરસાદ મહેસાણા જિલ્લામાં પડે તેવી શક્યતાઓહવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેણે લઇ જિલ્લાના તમામ ખેડૂતોને કૃષિ વિભાગ સાવચેતીના પગલાં રૂપે માહિતી આપી રહ્યું છે.ખેડૂતો પોતાના કાપેલા પાકો સાવચેત જગ્યા પર મૂકી દે,કોઈ પણ પાકમાં હાલ પિયત આપે નહિ,દવા ખાતાર નાખવા નું ટાળવું,ઘઉં જેવા પાકમાં કાપણી અવસ્થામાં હોવા છતાં પણ કાપણી કરે નહિ.મહેસાણા જિલ્લામાં હાલમાં ઉનાળુ બાજરી પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે.