Today Gujarati News (Desk)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈને 39 હજાર કરોડ રૂપિયાની ભેટ આપવા જઈ રહ્યા છે. તેમાં સૌથી મહત્વનું બે મેટ્રો લાઈન છે. આ મેટ્રો લાઈનની આધાર શિલા તેમણે વર્ષ 2015માં રાખી હતી. આ દરમિયાન મુંબઈમાં એક નેશનલ કોમન મોબિલિટી કાર્ડ અને તેના એપનું પણ લોકાર્પણ કરશે. આ પ્રકારે પ્રધાનમંત્રી મુંબઈ માટે 17 હજાર 200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. આ સંબંધમાં મહારાષ્ટ્ર સરકારે પણ તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે.
પ્રધાનમંત્રી આજે સવારે કર્ણાટકમાં છે અને સાંજ મુંબઈમાં પહોંચશે, જ્યાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદી સાંજે 6.30 કલાકે મુંબઈ મેટ્રોની બે લાઈન 2એ અને 7 ગુંડાવલી મેટ્રો સ્ટેશનથી અંધેરીનું લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ ખુદ મેટ્રોની સવારી પણ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદીએ પોતાના પાછલા કાર્યકાળમાં બંને લાઈનોની આધારશિલા રાખી હતી. હવે સાત વર્ષમાં પ્રોજેક્ટ પુરો થયા બાદ તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ અવસર પર પ્રધાનમંત્રી એક મોબિલિટી મોબાઈલ એપ અને કાર્ડ પણ લોન્ચ કરશે. આ એપ અને કાર્ડ લોકોને યાત્રા કરવામાં સુવિધા તો આપશે, સાથે જ યૂપીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ પણ થઈ શકશે.
મુંબઈમાં પ્રધાનમંત્રી 20 દવાખાનાનું પણ લોકાર્પણ કરશે. આ તમામ દવાખાના હિન્દુ હ્દય સમ્રાટ બાલા સાહેબ ઠાકરેને સમર્પિત અને તેમના નામથી શરુ થઈ રહ્યા છે. આ તમામ દવાખાના પર જરુરી દવાની સાથે સાથે મેડિકલ સર્વિસ મળશે. તેમાં હેલ્થ ચેકઅપ, તપાસ અને સારવારની સુવિધા સામેલ છે. અહીં મુંબઈ વાસીઓને તમામ સેવાઓ મફતમાં મળશે. આ જ ક્રમમાં મુંબઈમાં ત્રણ હોસ્પિટલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ પાયો નાખશે. તેમાં ભાંડુપ મલ્ટી સ્પેશ્યાલિટી મ્યૂનિસિપલ હોસ્પિટલ, દ સિદ્ધાર્થ નગર હોસ્પિટલ અને દ ઓસિવારા મેટરનિટી હોમ સામેલ છે. આ જ પ્રકારે પ્રધાનમંત્રી આ મુલાકાતમાં 400 કિમી સીસી રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કરશે. આ પ્રોજેક્ટ પર મહારાષ્ટ્ર સરકારે 6100 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.