Today Gujarati News (Desk)
બજારમાંથી આપણે કંઈ પણ ખરીદવુ હોય તો તેના બદલે આપણે રૂપિયા ચૂકવવાના હોય છે, આ રૂપિયા કાગળની અમુક નોટ પણ હોઈ શકે છે આમ તો અત્યારે સિક્કાઓ અને નોટો બંનેનું ચલણ છે. નોટબંધી થઈ, 500 અને 1000 ની જૂની નોટોને બંધ કરવામાં આવી, નવી નોટો ચલણમાં આવી.
નવી નોટોની સાઈઝ, કલર, પ્રિન્ટ બધુ જ બદલાઈ ગયુ પરંતુ એક વસ્તુ જે ના બદલાઈ તે છે નોટ પર લખેલી આ લાઈન- ‘મેં ધારક કો… રૂપિયા અદા કરને કા વચન દેતા હૂ. 10થી લઈને 2000 રૂપિયા સુધીની નોટ પર પણ આ વાક્ય લખેલુ હોય છે. શું તમે આ વાક્યના મહત્વને સમજો છો? ક્યારેય વિચાર્યું છે કે આનો અર્થ શુ છે અને જો આ ન લખેલુ હોય તો શુ થશે?
ભારતમાં નોટોનું પ્રિન્ટિંગ અને તેના વિતરણની જવાબદારી RBIની છે. રિઝર્વ બેન્ક ધારક ( એટલે કે નોટને રાખનાર) ને વિશ્વાસ અપાવવા માટે નોટ પર આ વચન લખે છે. આનો અર્થ એ થાય છે કે જેટલા મૂલ્યની નોટ તમારી પાસે છે, તેટલા મૂલ્યનું સોનુ RBI પાસે રિઝર્વ રાખેલુ છે.