Today Gujarati News (Desk)
કેન્દ્ર સરકારે શનિવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે. ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં અમૃત મહોત્સવની થીમને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે.
ક્યારથી ખુલશે
અમૃત ઉદ્યાનનું ઉદ્ધાટન 29 જાન્યુઆરી રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા કરવામાં આવશે અને 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે. આ ઉદ્યાન ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસના પ્રાંગણમાં આવેલ છે અને તેને મુગલ અને બ્રિટિશ શૈલીનું એક સુંદર મિશ્રણ માનવામાં આવે છે.
હજારો પ્રજાતિના ફુલ
15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં ફુલોની અસંખ્ય પ્રજાતિઓ આવેલી છે અને વર્ષમાં એક વાર ફેબ્રુઆરી અને માર્ચમાં તે જનતા માટે ખુલ્લો મુકવામાં આવે છે.