Today Gujarati News (Desk)
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મહેન્દ્રગઢ ગામમાં શિક્ષકને ચાલુ વર્ગમાં હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યો છે. ગુરુવારે શિક્ષક શાળામાં હતા ત્યારે બપોરના સમયે તેમને અચાનક હાર્ટ એટેક આવી જતા મોત થઈ ગયું છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષકોના વર્તૂળમાં ભારે શોકનો માહોલ છે. તેમની સાથે ફરજ બજાવતા કર્મચારીઓને આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
51 વર્ષના શિક્ષકે શાળામાં જ લીધા અંતિમ શ્વાસ!
51 વર્ષના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશભાઈ ખીમજીભાઈ બાવરવા ગુરુવારે બપોરે જ્યારે શાળામાં હતા ત્યારે તેમને દોઢ વાગ્યે છાતીમાં અચાનક દુઃખાવો શરુ થયો હતો, આ દુઃખાવો થયા બાદ તેમને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાજર ડૉક્ટરોએ તેમનું મોત થઈ ગઈ ગયું હોવાનું જણાવ્યું હતું. શિક્ષક જગદીશભાઈ અચાનક આવેલા હાર્ટ એટેક બાદ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.