FSL રિપોર્ટ માં થશે મોટો ખુલાસો |
નેશનલ ડેસ્ક /ટુડે ન્યુઝ ગુજરાતી..
જીવિત વ્યક્તિ મૃત્યુ પામે અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી હોય તેવા કેસોમાં પોસ્ટ મોર્ટમ થાય છે.ખરેખર પોસ્ટમોર્ટમ એક પ્રકારનું ઓપરેશન છે જેમાં શબનું પરીક્ષણ કરવામાં આવે છે જેથી વ્યક્તિના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય છે. પોસ્ટમોર્ટમ માટે મૃતકના સંબંધીઓની સંહમતિ ફરજિયાત છે. જો કે કેટલાક હત્યા જેવા કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓ પોસ્ટમોર્ટમની મંજૂરી પણ આપે છે,
જોકે મોરબીમાં મચ્છુ નદી પર ૧૪૦ વર્ષ જૂનો ઐતિહાસિક ઝૂલતો બ્રીજ અનેક નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર છે.જોકે અહી મહત્વની વાત છે કે આ બેદરકારી કોની હતી ? અને તે માટે કોર્ટમાં ટ્રાયલ બાદ મહત્વનો પુરાવો દસ્તાવેજી અને વેજ્ઞાનિક પુરાવો આરોપીઓ ને સજા આપવા માટે જરૂરી બને છે. અને માટેજ આ બ્રિજનાં પણ એફએસએલ સેમ્પલ લેસે.જેને ટુડે ન્યુઝ “પોસ્ટમોર્ટમ ” ગણાવે છે.પુલ તૂટવાની આઘટનાની તપાસ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા શરું કરવામાં આવી છે.તેઓ ઇન્વેસ્ટીગેસન માં પોલીસ બેડામાં હોશિયાર ગણાય છે.જેઓએ આ બ્રિજ તુટવાના અને ક્યાં ,? કેવી બેદરકારી થઈ ? તેના પુરાવા મેળવવા આ કેશમાં ગાંધીનગર ફોરેન્સીક સાયન્સના નિષ્ણાંતોની ટીમ ની મદદ લીધી છે.
આ ટીમે પણ મોરબી પહોંચી અને તેમણે તુટેલા બ્રીજની સાઇટની વિઝીટ કરીને વિવિધ સેમ્પલ એકત્ર કર્યા છે. જેની ક્ષમતા અને મટીરિયલની ચકાસણી ગાંધીનગર સ્થિત ફોરેન્સીક લેબોરેટરીમાં કરાશે. આ સમગ્ર ઘટનામાં એફએસએલના રિપોર્ટને અતિમહત્વનો માનવામાં આવે છે.Morby bridge fsl report
રીનોવેસન માં શું નવું મટીરીયલ નાખ્યું અને શું જૂનું જ મટીરીયલ રહેવા દીધું ?Morby bridge fsl report
મોરબીમાં યમદૂત બનેલ ઝૂલતા પુલ તુટવાની ઘટનાની તપાસમાં FSLની વિશેષ ટીમ જોડાઈ છે જેમાં કેબલ, પ્લેટ સહિતના સેમ્પલ એકત્ર કરાયા છે.જેનું પરીક્ષણ થશે અને તે બાદ કેબલની ક્ષમતા અને સ્ટ્ર્ક્ચરલ ડીઝાઇન તુટવા અંગે ચકાસણી કરીને રિપોર્ટ અપાશે.મોરબીમાં બ્રીજ તુટવાની દૂર્ઘટનાના બીજા દિવસથી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. આ કેસની તપાસમાં ફોરેન્સીક તપાસ ખુબ મહત્વની સાબિત થઇ શકે તેમ છે. જેથી ગાંધીનગર ફોરેન્સીક સાયન્સની વિશેષ ટીમને મોરબી બોલાવવામાં આવી હતી. જેમના દ્વારા ઘટના સ્થળની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી. તેમના દ્વારા તુટેલા કેબલ, સિમેન્ટ સ્ટ્કચર , ફુટ ઓવર બ્રીજના તળીયાના મટીરિયલ, તેમજ નવીનીકરણમાં ઉપયોગમાં લેવામાં આવેલા વિવિધ મટીરિયલના સેમ્પલ એકત્ર કરાયા હતા.આ તમામ સેમ્પલને ગાંધીનગરની ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સીક સાયન્સના યુનિટ ખાતે ચકાસવામાં આવશે. આ માટે વિવિધ ફોરેન્સીક નિષ્ણૉતોની ટીમ કામ કરશે અને રિપોર્ટ રાજકોટ રેંજ આઇજી ઉપરાંત, મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને પણ સોંપવામાં આવશે.Morby bridge fsl report