Today Gujarati News (Desk)
માર્ચના પહેલા જ દિવસે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 2 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી અને દિલ્હી-NCRના આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દિલ્હીની આસપાસનું વાતાવરણ સવારે ખુશનુમા બન્યુ છે.
દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે જ્યારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. મૌસમ વિજ્ઞાન ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે આજે દિલ્હી-NCR અને તેની નજીકના યુપી અને હરિયાણાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.વામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 2 કલાક દરમિયાન દિલ્હી, NCR (હિંડોન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઇન્દિરાપુરમ) કરનાલ, મેહમ, રોહતક, ભિવાની (હરિયાણા), હસ્તિનાપુર, ચાંદપુર, અમરોહા (યુપી) અને આસપાસના વિસ્તારોમાં અમૂક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધ્યમ વરસાદ પડશે. પવનની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે.
પાટનગરમાં ફેબ્રુઆરી મહિનામાં ગરમીએ 72 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. વર્ષ 1951થી 2023 સુધીમાં આ ફેબ્રુઆરી મહિનો ત્રીજી વખત સૌથી ગરમ રહ્યો હતો પરંતુ બુધવારે વરસાદ બાદ ગરમી કાબૂમાં આવવાની આશા છે.