Today Gujarati News (Desk)
બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં રણદીપ હુડ્ડા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. હકીકતમાં ઘોડેસવારી કરતી વખતે રણદીપ હુડ્ડા બેભાન થઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના થોડા કલાક પહેલા જ ઘટી હતી. ત્યારબાદ રણદીપ હુડ્ડાને ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે રણદીપ હુડ્ડાને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે.
રણદીપ હુડ્ડા પહેલી વખત ઈજાગ્રસ્ત નથી થયા આ અગાઉ પણ તેમના ઘૂટણમાં ગંભીર ઈજા થઈ ચૂકી છે. રણદીપ હુડ્ડાને ગત વર્ષે પણ ઈજા થઈ હતી. તે બોલીવુડના સુપરસ્ટાર સલમામ ખાન સાથે તેમની ફિલ્મ રાધે માટે એક્શન સિક્વેન્શ શૂટ કરી રહ્યા હતા. આ સીનને શૂટ કરી રહ્યા હતા ત્યારે ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તેમના જમણા ઘૂંટણની સર્જરી પણ કરાવવી પડી હતી. હવે એક વખત ફરીથી રણદૂપ હુડ્ડા ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
રણદીપ હુડ્ડા હોસ્પિટલમાં દાખલ હોવાના અહેવાલો આવતા ચાહકો સતત તેઓ જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. વાસ્તવમાં ઘોડા પરથી પડવાના કારણે રણદીપ હુડ્ડાના ઘૂંટણ અને પગમાં ગંભીર ઈજા થઈ છે. કહેવાઈ રહ્યું છે કે એક વખત ફરીથી સર્જરી કરાવવી પડશે.
રણદીપ હુડ્ડાએ તેમની વેબ સીરીઝ ‘કેટ’માં પોતાના જોરદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. હવે તેમની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તે સાઈ કબીરની ફિલ્મ ‘મર્દ’માં જોવા મળશે જે આ વર્ષે 6 મેના રોજ રીલીઝ થશે. આ સિવાય તે ઈલિયાના ડિક્રૂઝની સાથે ‘અનફેર એન્ડ લવલી’ ફિલ્મમાં પણ જોવા મળવાના છે. આ ફિલ્મનું નિર્દેશન બલવંત સિંહ જંજુઆ કરી રહ્યા છે. આ સાથે જ રણદીપ ‘રેટ ઓન અ હાઈવે’ અને સ્વતંત્ર ‘વીર સાવરકર’માં પણ જોવા મળશે.