Today Gujarati News (Desk)
રાજ્યભરમાં બહુ ચર્ચિત સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં આખરે પરિવારને બે વર્ષના સમયગાળા બાદ ન્યાય મળ્યો છે. વર્ષ 2021માં સગીરાને 34 જેટલા છરીના ઘા ઝીંકી આરોપી જયેશ સરવૈયાએ હત્યા કરી હતી. આ કેસમાં ગત સાત તારીખે આરોપીને દોષિત જાહેર કરવામાં હતો. ત્યારબાદ આજે જેતપુર સેશન્સ કોર્ટના જજે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામે 16 માર્ચ 2021 ના રોજ ધોરણ 11 માં અભ્યાસ કરતી સૃષ્ટિ રૈયાણીની હત્યા કરી નાખવામાં આવી હતી. 34 જેટલા છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સાથે જ તેના ભાઈ હર્ષ રયાણીને પણ છરીના પાંચ જેટલા ધા ઝીંક્યા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગુજરાતના વિવિધ રાજ્યોમાં સૃષ્ટિ રૈયાણી નો હત્યા કેસ ફાસ્ટ એક કોર્ટમાં ચલાવવા માંગ પણ ઊઠી હતી.આ સમગ્ર મામલે આખરે આજે આરોપીને કોટે આજીવન સજા ફટકારી હતી.
ગત સાત તારીખે આરોપીની જયેશ સરવૈયાને રાત્રે 12:00 વાગે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. તેને આજે સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર જનક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી નજરે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ નિર્ભયા કેસ કરતા પણ ખૂબ જ ગંભીર અને દર્દનાક છે. કોર્ટમાં અમે તબિબ પાસે પુરાવાર કરાવ્યું છે કે સૃષ્ટિ રૈયાણીને મારવામાં આવેલ એક એક ઘા કોઈપણ વ્યક્તિનું મૃત્યુ નીપજાવા માટે સક્ષમ હતા.
આ કેસ ટ્રાયલ દરમિયાન 51 લોકોની જુબાની લેવામાં આવી છે. પરંતુ એક પણ સાહેદ હોસ્ટાઇલ થયેલ નથી. જે તે સમયે પોલીસ દ્વારા કોર્ટમાં 200 થી 216 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. આરોપીએ છરી વાપરી હતી તે તેને હત્યાના 12 દિવસ અગાઉ ચોટીલા ખાતેથી ખરીદી કરી હતી. જે દુકાનેથી છરી ખરીદી કરી હતી. તે દુકાન સંચાલક ચીમનભાઈ પણ આ ગુનાના કામે કોર્ટમાં હાજર રહી પોતાની ઝૂબાની આપી ચૂક્યા છે. આમ કોર્ટમાં પણ તે બાબત પણ સ્પષ્ટ થઈ ગઈ હતી કે જયેશ સરવૈયાએ હત્યા કરવા માટે આગોતરું આયોજન કર્યું હતું.