Today Gujarati News (Desk)
અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર રોમાન્સ વખતે માથાકૂટ થતા બંગાળી યુવાને પોતાના ગુપ્તાંગ ઉપર બ્લેડ હુલાવી ગંભીર ઈજા પોતાને જ પહોંચાડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે સારવાર અર્થે 20 વર્ષે પ્રસન્નજીત બર્મનને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શાપર વેરાવળ ખાતે પોતાના મામા સહિત લોકો સાથે રહેતો અને કારખાનામાં નોકરી કરનારા મૂળ પશ્ચિમ બંગાળના કૂચ બેહાર જીલ્લાના જાઈગીર ચિલાખાનના વતની પ્રસન્નજીત બર્મન દ્વારા પોતાના જ ગુપ્તાંગ પર બ્લેડ મારવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ તેના મામા સપન બર્મનને થતા તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સના માધ્યમથી પોતાના ભાણેજને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સર્જરી વિભાગમાં ત્રીજા માળે તેની સર્જરી પણ કરવામાં આવી હતી.