Today Gujarati News (Desk)
રાજધાની દિલ્હીમાં મેટ્રો વિહાર વિસ્તારમાં હોલમ્બી કલામાં 6-7 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. દિલ્હી પોલીસે આ મામલે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. પોલીસ તે વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, લગભગ 7થી8 દેશી ગ્રેનેડ મળી આવ્યા છે. તેને હોલમ્બી કલા વિસ્તારના એક ખેતરમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. આ મામલે અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે
દેશની રાજધાની દિલ્હીમાં દેશી બનાવટનો હેન્ડ ગ્રેનેડ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ દેશી હેન્ડ ગ્રેનેડ આઉટર નોર્થ દિલ્હી વિસ્તારમાંથી મળી આવ્યો છે. આ માહિતી તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને આપવામાં આવી હતી.
આ અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસ પહેલા એક ઘરમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ભલ્સવા ડેરી વિસ્તારમાં એક ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ મળ્યા છે.
આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીના ઘરેથી માનવ લોહીના નિશાન પણ મળી આવ્યા હતા. આરોપી જગજીત સિંહ ઉર્ફે જગ્ગા અને નૌશાદની પોલીસે આતંકવાદી સંગઠનો સાથેના કથિત સંબંધો અને જઘન્ય ગુનાઓમાં સંડોવણીના આરોપ બદલ ધરપકડ કરી હતી.