Today Gujarati News (Desk)
74મા પ્રજાસત્તાક દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની વિવિધતાનું પ્રતિક કરાવતી બહુરંગી રાજસ્થાની પાઘડી પહેરી હતી. પીએમ મોદીના આ વર્ષના ડ્રેસની પહેલી ઝલક ત્યારે સામે આવી જ્યારે પીએમ મોદી ગણતંત્ર દિવસની પરેડ પહેલા વોર મેમોરિયલ પહોંચ્યા હતા. ક્રિમ કલરના કુર્તો અને પેન્ટની સાથે કાળો કોટ પહેરેલા પીએમ મોદીએ સફેદ શાલ પહેરી છે. કાળા અને સફેદ પોશાકમાં બહુરંગી પાઘડીએ તેમના શાનમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
ગયા વર્ષે, પીએમ મોદીના પોશાકમાં ઉત્તરાખંડ અને મણિપુરનો અલગ સ્પર્શ હતો કારણ કે તેમણે ઉત્તરાખંડની બ્રહ્મકમલ કેપ પહેરી હતી અને મણિપુરમાંથી લિરમ ફીનો સમન્વય હતો. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના બે પ્રસંગો પર પીએમ મોદીની ડ્રેસની પસંદગી ખૂબ જ રસપ્રદ છે, જોકે પીએમ મોદી અન્ય પ્રસંગોએ પણ ચોક્કસ જાતિ અથવા પ્રદેશના પરંપરાગત કપડાં પહેરે છે.2021માં 72માં પ્રજાસત્તાક દિવસ પર, પીએમ મોદીએ લાલ પાઘડી પહેરી હતી, જે જામનગરના રાજવી પરિવાર તરફથી ભેટ આપવામાં આવી હતી. 2020માં પીએમ મોદીએ કેસરી બંધેજ પાઘડી પહેરી હતી. નરેન્દ્ર મોદી હંમેશા કંઈક અલગ પહેરવા માટે જાણીતા છે.