Today Gujarati News (Desk)
ગુજરાતની રાજ્યભરની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દ્વારા ગૃહમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજીયાત કરવામાં આવશે. આજે આ માટે ગાંધીનગરમાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યુ છે. એક બેઠક સવારે યોજાશે જ્યારે બીજી બેઠક બપોરે યોજાશે.
ગુજરાતી ભાષાના બિલની જોગવાઇઓ
તમામ શાળાઓએ ધોરણ-1થી ધોરણ-8 સુધી ગુજરાતી ભણાવવું ફરજિયાત
પ્રથમ વખત નિયમના ભંગ બાદ રૂ. 50,૦૦૦નો દંડ
બીજી વખત નિયમના ભંગ બાદ રૂ. 1,૦૦,૦૦૦નો દંડ
ત્રીજી વખત નિયમના ભંગ બાદ રૂ. 2,૦૦,૦૦૦નો દંડ
ત્રણ વખતથી વધુ વખત ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ
રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ કરાશે
વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ
કાયદાનો અમલ માટે નાયબ નિયામકની નિમણૂક
ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત છે
CBSEની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ