Today Gujarati News (Desk)
રાજ્યમાં ઉત્તર પુર્વના પવન ફુંકાઈ રહ્યા છે. જેથી આ સમય દરમ્યાન ઠંડીનું જોર થોડુ ઘટશે પણ તે સાથે હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં માવઠુ થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની સંભાવના રહેલી છે. આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકવાની સંભાવના છે.
આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે માવઠું
રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે માવઠું થઈ શકે છે.
અમદાવાદ, ગાંધીનગરમાં પવન સાથે હળવા વરસાદની સંભાવના
આ ઉપરાંત, હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ તેમજ સાબરકાંઠા, અરવલ્લી, તો આ બાજુ આણંદ અને ખેડા, મહીસાગર, દાહોદ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તેમજ અહી અમદાવાદ, ગાંધીનગરમાં પણ પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેવા શક્યતા છે.
રાજ્યના આ મુખ્ય શહેરોમાં આજે લઘુતમ તાપમાન આ મુજબ નોંધાયુ હતું
અમદાવાદમા લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી
વડોદરામા લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી
રાજકોટમા લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી
ભુજમાં લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી
ભાવનગરમા લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી
ડીસામા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી
દ્વારકામા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી