Today Gujarati News (Desk)
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બોગસ બિલિંગના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં બોગસ બિલિંગ પર GST ત્રાટકી હતી અને મોટા કૌભાંડ ઝડપાયા હતા. રાજ્યના ચાર મોટા શહેરોમાં અંદાજે 100 કરતા પણ વધુ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 4 હજાર કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શનની વિગતો સામે આવી હતી. આ ઉપરાંત કૌભાંડીઓ જુદી જુદી રીતે જ બોગસ બિલિંગ બનાવીને GST ની ચોરી કરતા હોય છે.
રાજ્યમાં વધતા જતા બોગસ બિલિંગ મામલે આજે રાજ્યની SGST ટીમે પોલીસની સાથે રહીને અમદાવાદ, આણંદ, ભાવનગર અને રાજકોટ ખાતે અંદાજે 100 કરતા વધારે પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 4 હજાર બેનામી ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા. આ કૌભાંડીઓ આધાર નંબર મેળવીને તેમાં મોબાઈલ નંબર બદલીને તેના નામે ખોટી પેઢી ઉભી કરતા હતા. સુત્રોમાંથી મળતા છેલ્લા છ મહિનાના ગાળામાં જ અદાજે 1500 જેટલા મોબાઈલ નંબર બદલીને 470 જેટલા GST રજિસ્ટ્રેશન મેળવવમાં આવ્યા હતા.
શકાસ્પદો વિરુદ્ધ FIR દાખલ કરાશે
રાજ્યમાં આજે GST દ્વારા જુદા જુદા શહેરોમાં બેનામી બિલિંગ મામલે તપાસ હાથ ધરી હતી જેમા 4 હજાર કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શનની વિગતો સામે આવી હતી. જો કે આ તપાસ અનેક જગ્યાએ કરવામાં આવી હતી પણ આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે આગામી દિવસોમાં FIR દાખલ કરવામાં આવશે તેમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.