Today Gujarati News (Desk)
પોતાના બાળકને આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓ દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. વાલીઓની આ આતુરતા બસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં જ છે. રાજ્ય સરકારે RTE પ્રવેશ માટેની તારીખો જાહેર કરી છે. આગામી 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી વાલીઓ RTI હેઠળ ભરી શકશે. જૂન માસના પ્રથમ તબક્કામાં એડમીશનની ફાળવણી કરવામાં આવશે. સમગ્ર એડમિશન પ્રકિયા ઓનલાઈન રહેશે.
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મેળવી શકે. જો કે કેટલાક પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે તેમના બાળકો સારી શાળામાં પ્રવેશ ન મળતા તેઓ મુંઝવણ અનુભવતા હોય છે. આ માટે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદા હેઠળ કોઈપણ બાળક ધોરણ 1થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે. બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકાઈ છે. આ માટે ઓનલાઈ ફોર્મ ભરવાનુ હોય છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. ખાનગી શાળામાં પ્રવેશ માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. RTEમાં પ્રવેશ મેળવવા માટે આગામી 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભર્યા બાદ ચકાસણી કરવામાં આવશે અને ફોર્મને એપ્રુવ કે રિજેક્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે વાલીઓએ તારીખ 10મી એપ્રિલ 22મી એપ્રિલ દરમિયાન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉમર 1જૂન 2023ના સુધીમાં 6 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોવી જરુરી છે. વાલીઓએ RTE માટેનું ફૉર્મ ઓફિસિયલ વેબસાઈટ પરથી ભરવાનું રહેશે. આ માટેની વેબસાઈટ rte.orpgujarat.com છે. વેબસાઈટ પર ફોર્મ ભરતી વખતે જરુરી તમામ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.