Today Gujarati News (Desk)
આજે રામનવમી નિમિત્તે વડોદરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન પાંજરીગર મહોલ્લા પાસે કેટલાક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો ફરી વડોદરાનાં ફતેપુરામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે, જેને લઈને ગૃહવિભાગ એક્શનમાં આવી ગઈ છે, તો પોલીસ કમિશનર પણ મેદાનમાં આવી ગઈ છે. વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.
રાત્રે 12 વાગ્યા પહેલા તત્વોને પકડી લેવા નિર્દેશ
દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. રાત્રે 12 વાગ્યા પહેલા તત્વોને પકડી લેવાના નિર્દેશ આપી દેવાયા છે. તો ગાંધીનગરથી ત્રિનેત્રથી DGP પણ ઘટના પર નજર રાખી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં બે લોકોને વડોદરામાં ઝડપી લેવાયા છે.
બપોરે પાંજરીગર મહોલ્લા પાસે થયો હતો પથ્થરમારો
આજે રામનવમી નિમીત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા એકાએક પથ્થરમારો થતા લોકોમાં દોડ ધામ મચી ગઇ હતી. તોફાની ટોળા દ્વારા રોડ પર લારીઓની પણ તોડફોડ કરી હતી. રોડ ઉપરના બજારો ટપોટપ બંધ થઇ ગયા હતા. જોકે મામલો વધુ બીચકે તે પહેલાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જોકે મળતા અહેવાલો મુજબ ફરી વડોદરામાં પથ્થરમારાની ઘટના બની છે. તો આ ઘટનાને લઈને ગૃહવિભાગ એક્શનમાં આવી ગઈ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તો પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી જઈ સ્થિતિ વધુ ન વણસે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.