Today Gujarati News (Desk)
શરીરના અન્ય ભાગોની જેમ લિવરને સ્વસ્થ્ય રાખવા ઘણી બધી બાબતો પર વિશેષ ધ્યાન રાખવું જરુરી છે. એટલા માટે લિવરનો ખ્યાલ રાખવો જોઈએ. દર વર્ષ 19 એપ્રિલના રોજ વિશ્વ લિવર દિવસ મનાવવામાં આવે છે. કે જેનાથી કરીને લોકોનું ધ્યાન તેના પર આવી શકે અને લોકો લિવરનો ખ્યાલ રાખે તેમજ જાગૃતતા લાવી શકાય.
એવું નથી હોતુ કે આપણે જાણી જોઈને લાપરવાહી કરતા હોઈએ છીએ, પરંતુ કેટલીકવાર અજાણતા જ આવુ કરી બેસીએ છીએ અને પછી તેના ગંભીર પરિણામ આવતા હોય છે. આ લેખમાં તમને લિવર વિશે થોડી માહિતી આપવામાં આવી છે. જેમા થોડા ડાયટ પ્લાન અને કેટલીક ટીપ્સ આપવામાં આવી છે.
19મી એપ્રિલ લીવર સંબંધિત રોગો વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ લિવર ડે તરીકે ઉજવવામાં આવે છે
આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેમાથી શરીરમાં ઉત્પન્ન થવાવાળું ઝેર અને આંતરડા દ્વારા શોષાતા હાનિકારક પદાર્થોની સંભાળ રાખવા માટે સૌથી વધારે પ્રમાણમાં લિવર જવાબદાર છે. વિશ્વભરમાં 19મી એપ્રિલ લીવર સંબંધિત રોગો વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ લિવર ડે તરીકે ઉજવવામાં આવે છે, તો આ ખાસ દિવસ પર સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે આપણી જીવનશૈલીમાં કયા કયા બદલાવ લાવી શકીએ છીએ.
લીવરને સ્વસ્થ રાખવા માટેની ટિપ્સ
1. વધારે પડતા દારુનું સેવન ન કરો. આ લીવર કોષોને નુકસાન પહોંચાડી શકે છે અને સિરોસિસમાં સોજો આવી શકે છે, જે જીવલેણ બની શકે છે.
2. સ્વસ્થ આહાર લો અને નિયમિત કસરત કરવાની ટેવ પાડો. જેનાથી વજન નિયંત્રણમાં રહેશે, જે નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD)ને રોકવામાં મદદ કરી શકે છે.
3. કેટલીકવાર દવાઓની આડઅસરના કારણે પણ આવુ થઈ શકે છે, એસિટામિનોફેન અથવા સલ્ફા જેવા પેઇન કિલર લીવર માટે સમસ્યાનું કારણ બની શકે છે.
4. વાયરલ હેપેટાઈટીસ એક ગંભીર રોગ છે, જે લીવરને નુકસાન પહોંચાડે છે. હીપેટાઇટિસ A ની ઝપટ ખાવાથી અથવા પાણી પીવાથી આવી શકે છે, જેમાં આ વાઈરસ મૌજુદ હોય છે અને તે બીમારીનું કારણ બને છે. જો કોઈ દેશમાં આ રોગ ફેલાયેલો હોય અને તમારે ત્યાં મુસાફરી કરવી પડે, તો તમે તેની સામે બચાવ માટે રસી મેળવી શકો છો.
5. હીપેટાઈટીસ B અને C લોહી અને શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. જેમાં જોખમ ઓછુ કરવાં માટે ટૂથબ્રશ, રેઝર અથવા સોય જેવી વસ્તુઓ શેર કરશો નહીં. સેક્સ દરમિયાન પ્રોટેક્શનનો પણ ઉપયોગ કરો.
6. હેપેટાઇટિસ A અને હેપેટાઇટિસ B માટેની રસી ઉપલબ્ધ છે, તેથી રસી લો.
7. સિગારેટનું વધુ પડતું સેવન ફેફસાંની સાથે લિવર માટે અતિશય નુકસાનકારક છે. એટલે માટે ધ્રુમ્રપાન કરવું જોઈએ નહી.
8. કેટલાક સફાઈ ઉત્પાદનો અને જંતુનાશકોમાં રસાયણો હોય છે જે સીધા સંપર્ક દ્વારા તમારા લિલરને નુકસાન થઈ શકે છે. માટે સાવધાની સાખવી પડશે.