Today Gujarati News (Desk)
મોદી સરનેમ અંગે ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવતા તેના બીજા દિવસે જ લોકસભાના સચિવાલય દ્વારા તેમનું સાંસદ પદ રદ કરતી નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવી હતી. તેનાથી રાહુલ ગાંધીને અયોગ્ય જાહેર કરી દેવાયા હતા. હવે શનિવારે સુપ્રીમકોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજીમાં શું માગ કરાઈ છે?
આ અરજીમાં માગ કરવામાં આવી છે કે વિધાનસભા કે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓને દોષિત ઠેરવાયા બાદ તેમને આપમેળે અયોગ્ય જાહેર ન કરવામાં આવે. સુપ્રીમકોર્ટમાં દાખલ આ અરજીમાં લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ 8(3)ની બંધારણીય કાયદેસરતાને પડકારવામાં આવી છે જે હેઠળ કોઈપણ કેસમાં કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાતા લોકપ્રતિનિધિનું સંસદ કે વિધાનસભામાં સભ્યપદ આપમેળે રદ કરી દેવામાં આવે છે.