Today Gujarati News (Desk)
આતંકવાદી સંગઠનન સંપર્કમાં ગુજરાતની મહિલા હોવાની માહિતી મળતા NIA (National Investigation Agency) દ્વારા તપાસ કરવામાં આવી છે. સંપર્કમાં આવેલી વડોદરાની મહિલાની NIA દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. NIA દ્વારા મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. નોંધનીય છે કે 2020માં દિલ્હીમાં ISISનું મોડ્યુલ સામે આવ્યું હતું, જેની તપાસ દરમિયાન વડોદરામાં રહેતી મહિલાની ભૂમિકાની તપાસ કરવામાં આવી છે. આ પહેલા મહિલાની ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
વડોદરામાં NIAની ટીમ
ISIS સાથે ગુજરાત કનેક્શન સામે આવતા NIAની ટીમ તપાસ માટે વડોદરા પહોંચી છે. NIA દ્વારા મહિલાની પૂછપરછ કરીને તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. 2020માં દિલ્હીમાં ISISનું એક મોડ્યુલ સામે આવ્યા પછી તેની તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં વડોદરાની મહિલાની ભૂમિકાને શોધવા તપાસમાં આવી છે. ફતેગંજ વિસ્તારમાં આવેલાં શાહીન બંગ્લોમાં NIAની ટીમ દ્વારા મહિલાની પૂછપરછ કરવામાં આવી છે.
ભારત વિરુદ્ધનું ષડ્યંત્ર!
ફેતેગંજ વિસ્તારમાં રહેતી મહિલાની પૂછપરછ બાદ તેની શું ભૂમિકા છે તેના ISIS સાથે કઈ બાબતે સંપર્ક રહ્યા છે તે સહિતની વિગતો બહાર લાવવાની કોશિશ કરાશે. મહિલા સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે તેના શહેરની કે દેશની અન્ય વ્યક્તિ સાથે સંપર્ક છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.