વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વર્ષ 2019માં સગીરાને એક્ટિવા શિખવવાના બહાને બહાર લઇ જઇ તેની છેડતી અને ધમકી આપવા મામલે દોષિત યુવકને પોક્સો કોર્ટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.
સાગર સગીરાનો સ્કૂલ અને ટ્યુશનમાં પીછો કરતો
વડોદરાના ફેતુપુરા ગોલવાડ વિસ્તારમાં રહેતા સાગર કનૈયાલાલ રાણા નામનો શખ્સ સગીરાને એક્ટિવા શિખવવાના બહાને અકોટા તરફ લઇ ગયો હતો. તેમજ તેની સાથે શારીરિક છેડતી કરી હતી. ત્યાર બાદ સગીરા સ્કૂલ તેમજ ટ્યુશન જતી હોય ત્યારે તેના પર વોચ રાખી તેનો પીછો કરતો હતો. સાગર રાણાએ સગીરાને ધમકી આપી હતી કે જો તે તેની સાથે નહીં બોલે તો જાનથી મારી નાખશે. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી.
સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો
આ કેસમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI વી.એ.પરમારે આરોપી સાગરની ધરપકડ કરી તેની સામે કોર્ટમાં ચાર્જશીટ અને જરૂરી પુરાવા રજૂ કર્યા હતા. આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે દોષિત સાગર રાણાને પાંચ વર્ષની કેદની સજા અને 2500 રૂપિયા દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો ત્રણ મહિનાની વધુ સખત કેદની સજા ફરમાવાશે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |