Today Gujarati News (Desk)
ઉત્તર ભારતના લોકો હાલ હાડથીજાવતી ઠંડીમાં કાપી રહ્યા છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહાર અને હરિયાણાના લોકો પ્રચંડ ઠંડીનો સામનો કરી રહ્યા છે. જોકે હવે ટુંક સમયમાં ઠંડીની રાહત મળી શકે છે. 18 જાન્યુઆરી બાદ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ ઘટી જશે. જોકે સવારે અને રાત્રે ઠંડીનો સામનો કરવો પડશો અને બપોર દરમિયાન તડકાથી રાહત મળશે. જ્યારે 23થી 27 જાન્યુઆરી વચ્ચે દિલ્હી-એનસીઆરમાં સામાન્ય વરસાદનો તબક્કો શરૂ થઈ જશે, ત્યારબાદ હવામાન ખુશનુમા જોવા મળશે.
23થી 27 જાન્યુઆરી વચ્ચે સામાન્ય વરસાદનો તબક્કો શરૂ થશે
ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધરના હવામાનશાસ્ત્રી મહેશ પાલાવતે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ વધ્યું છે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં પ્રેરિત ચક્રવાતના હવાનું દબાણ યથાવત્ છે. 18 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રી થઈ જશે અને તેના કારણે ઉત્તરની હવાનું દબાણ ઘટશે અને તાપમાનમાં વધારો જોવા મળશે. માત્ર સવારે અને સાંજે ઠંડીની અસર જોવા મળશે, જ્યારે દિવસમાં તડકો જોવા મળશે. 23થી 27 જાન્યુઆરી વચ્ચે સામાન્ય વરસાદનો તબક્કો શરૂ થઈ જશે, ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થતો જશે.
ઠંડીથી રાહત મળવાની સંભાવના
પલાવતે વધુમાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પહાળો પર બે દિવસથી હિમવર્ષા પડી રહી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. આગામી બે-ત્રણ દિવસ શીત લહેર દરમિયાન તાપમાન 3 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 18થી 20 જાન્યુઆરી સુધીમાં હવામાં ઘટાડો થયા બાદ ઠંડીથી રાહત મળવાની સંભાવના છે.
પશ્ચિમ હિમાલયનો વરસાદ અને હિમવર્ષા બંધ થઈ જશે
રાજસ્થાનના ઘણા વિસ્તારો, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડી હવાથી લઈને ભીષણ ઠંડીની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે.
ગુજરાત અને બિહારમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.
હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં આગામી બે દિવસ સુધી ઠંડી યથાવત્ રહેશે.
આગામી 3 દિવસ શીત લહેર અને ગાઢ ધુમ્મસનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-NCRમાં 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી યથાવત્ રહી શકે છે, ઠંડીનું મોજું પણ ચાલુ રહેશે, ધુમ્મસના કારણે લોકોએ કડકડતી ઠંડી સહન કરવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16, 17 અને 18 જાન્યુઆરીએ કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળશે જ્યારે 19, 20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હી-NCRના મુખ્ય સ્ટેશનો પર તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
20 જાન્યુઆરી બાદ ઠંડીથી આંશિક રાહત
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષાથી રાહત મળશે, પરંતુ આગામી ત્રણ દિવસ અને રાત્રીનો સમય દરમિયાન ખૂબ જ ઠંડી અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19મી જાન્યુઆરી સુધીમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોના ઘણા શહેરોનું તાપમાન શૂન્ય સુધી જઈ શકે છે. 20મી જાન્યુઆરી બાદ ઠંડીથી આંશિક રાહત મળવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23થી 24 જાન્યુઆરીએ વરસાદની શક્યતા છે.