Today Gujarati News (Desk)
તમે ઘણી વખત લોકોના મોઢે સાંભળ્યું હશે કે વર્ષો પહેલા લોકોનો ખોરાક સારો હતો તેથી તેઓ વધતી ઉંમરે પણ સશક્ત રહેતા અને કોઈપણ જાતની બીમારી પણ થતી નહીં. વાત તો એકદમ સાચી છે આપણા દાદા કે નાના ના સમયમાં લોકો એવો ખોરાક લેતા કે જે તેમને વધતી ઉંમરે પણ સ્વસ્થ રાખી શકે. ભારતીય સમાજમાં વર્ષો પહેલા એક એવી લાઈફ સ્ટાઈલ પણ લોકો જીવતા કે જેનાથી સ્વાસ્થ્યને લાભ થતો. તેમાં એક આદત હતી કે લોકો રોજ સવારે જાગે એટલે ચા સાથે રાતની ઠંડી રોટલી ખાતા. આજના સમયમાં જો કોઈને વાસી રોટલી ખાવાનું કહેવામાં આવે તો તેનું મોં બગડી જાય. પરંતુ હકીકતમાં વાસી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દી માટે
ડાયાબિટીસના દર્દીઓએ પોતાની ખાણીપીણીનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે પરંતુ વાસી રોટલી ખાવાથી તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ઠંડા દૂધમાં વાસી રોટલી પલાળીને તેને પાંચ મિનિટ સુધી રાખી મૂકો અને પછી તેનું સેવન કરો. આ નાસ્તો કરવાથી સુગરનું સ્તર વધઘટ થશે નહીં અને કંટ્રોલમાં રહેશે.
વજન ઘટાડે છે વાસી રોટલી
જો તમે વજન ઘટાડવા માટે પ્રયત્નો કરો છો તો રોજ સવારે નાસ્તામાં વાસી રોટલી ખાવાનું શરૂ કરો. તે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે અને સવારે નાસ્તામાં વાસી રોટલી ખાવાથી તમને કલાકો સુધી ભૂખ લાગશે નહીં. સાથે જ વાસી રોટલી ખાવાથી મેટાબોલિઝમ સિસ્ટમ પણ સુધરશે અને પેટની ચરબી ઝડપથી ઘટશે.