Today Gujarati News (Desk)
ગંભીર દુકાળ વચ્ચે આફ્રિકાના સૌથી ઉત્તરી દેશ ટ્યૂનીશિયાએ પાણીના ઉપયોગ પર આકરા પ્રતિબંધ લાદ્યા છે. સરકારે એક પાણી ક્વોટા સિસ્ટમ શરૂ કરી છે અને કૃષિ માટે પીવા યોગ્ય પાણીના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કર્યો છે.
દેશમાં કાળઝાળ ગરમી પડવાની છે દરમિયાન દુકાળગ્રસ્ત રાષ્ટ્રએ પાણીના વપરાશ પર આકરા પ્રતિબંધ લાગુ કર્યા, જેમાં કાર, જાહેર સ્થળો કે ખેતરોની સફાઈ માટે પીવા યોગ્ય પાણીના ઉપયોગ પર પ્રતિબંધ પણ સામેલ છે.
આ સિવાય ટ્યૂનીશિયાની નેશનલ વોટર યુટિલિટી સોનડે (SONEDE) અનુસાર આફ્રિકી દેશ ટ્યૂનીશિયા દેશમાં અત્યાર સુધીના સૌથી ખરાબ દુકાળને જોતા નાગરિકો માટે અપાતા રાત્રે સાત કલાક પાણીના પુરવઠામાં કાપ કરશે. શુક્રવારે સોનડેએ કહ્યુ કે તાત્કાલિક પ્રભાવથી દરરોજ રાતે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પાણી બંધ કરી દેવામાં આવશે.
રમજાનના ઉપવાસના મહિનાની શરૂઆત બાદથી ઘણા લોકો મોડા ઉઠે છે, રાજધાની ટ્યૂનિસના ઘણા ભાગના રહેવાસીઓએ પહેલા જ રાત્રે પોતાના મુખ્ય પુરવઠામાં અઘોષિત કાપની ફરિયાદ કરી છે.
સોનડેના નેતાએ દાવો કર્યો કે દેશ સતત ચાર વર્ષોથી વરસાદની અછતના કારણે એક ભયંકર દુકાળનો સામનો કરી રહ્યુ છે. તેમણે ટ્યૂનીશિયાઈ લોકોને નિર્ણયનો સ્વીકાર કરવાનો આગ્રહ કર્યો. તેમણે ચેતવણી પણ આપી છે કે જો નિયમોને તોડવામાં આવ્યા તો દંડ ભરવો પડશે અને જેલની સજા પર પણ વિચાર કરવામાં આવી શકે છે.