Today Gujarati News (Desk)
દરેક વ્યક્તિ જાણે છે કે, સારું સ્વાસ્થ્ય એ જીવનની સૌથી મોટી (World Health Day 2023) જરૂરિયાત છે. વિશ્વભરમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.આપણું સારું સ્વાસ્થ્ય એ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે. કોઈપણ (World Health Day 2023) સંદર્ભમાં, જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે જ આપણા જીવનની ગુણવત્તા સારી માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત ભાગદોડ ભરેલી જીંદગી અથવા ખોટી આદતોની અસરને લીધે આપણે આપણા સ્વાસ્થ્યને જાતે જ નુકસાન પહોંચાડવાનું શરૂ કરીએ છીએ.તબીબી જગતનું માનવું છે કે, આમ કરવાથી આપણી ઉંમર ઘટી જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (world health organization) પણ પુષ્ટિ કરે છે કે, સ્વસ્થ લોકો લાંબુ જીવે છે અને તેમના શરીરની ક્ષમતાઓ પણ પ્રમાણમાં સારી હોય છે. વિશ્વભરમાં સમાન આરોગ્ય સુવિધાઓ ફેલાવવા, આરોગ્યની માન્યતાઓને દૂર કરવા, વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર પ્રતિબિંબિત કરવા અને લોકોને સારા સ્વાસ્થ્યની જરૂરિયાત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 7મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ડીસા IMA પ્રેસિડેન્ટ ડો. તપન ગાંધી |
ડીસા IMA પ્રેસિડેન્ટ ડો. તપન ગાંધી તેમજ સેક્રેટરી ડો.દીપક પરમારે દેશ વાસીઓ ને વિશ્વ આરોગ્ય દિવસની હાર્દિક શુભકામના આપતા સયુંકત નિવેદનમાં જણાવ્યું હતુ કે ” હાલ ટીબી ,કેન્સર,અસ્થમા,ડાયાબિટીસ ,હાઈ બ્લડ પ્રેશર, ઝાડા ઉલટી,જેવી વિવિધ બીમારીઓ ફેલાઈ રહી છે.તેની સામે જાગૃતિ અભિયાન જરૂરી છે.અને માટેજ દરેક વ્યક્તિ તેમનું નિયમિત હેલ્થ ચેકઅપ કરાવે,પૂરતા પ્રમાણમાં ઊંઘ લે,ટાઇમ સર ભોજન લે અને જંક ફૂડ નું સેવન ટાળે,રોજ નિયમિત સવારે વ્યાયામ – કસરત કરે,યોગ અને મેડિટેશન દ્વારા શરીરના વિલ પાવર ને વધારે,સ્ટ્રેસ થી દુર રહે ,સદાય ખુશ રહો,તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ સ્વસ્થ હસે તો સમાજ સ્વસ્થ રહેશે,સમાજ સ્વસ્થ રહેશે તો દેશ સ્વસ્થ રહેશે,અને જો દેશ સ્વસ્થ રહેશે તો વિશ્વ સ્વસ્થ રહેશે.