Today Gujarati News (Desk)
આમ તો આ વાત કોઈ નવી નથી પણ વૈજ્ઞાનિકોના સતત ચાલી રહેલા સંશોધનના અંતે હજુ પણ મંગળ પર અત્યારે પ્રતિકુળ જીવનનો કોઈ સંકેત નથી મળી રહ્યો. નાસા દ્વારા મંગળ પર જીવનના સંકેતો મેળવવા માટે થયેલા અભ્યાસમાં એક નવી વાત ધ્યાને આવી છે. કે મંગળ પર જીવન જીવવાના સંકેતો ન મળવાનું મુખ્ય કારણ છે રોવરની અક્ષમતા. અને તેના કારણે આ સામાચાર મહત્વના બન્યા છે.
મંગળનું વાયુમંડળ ખૂબ જ પાતળુ છે અને કાર્બન ડાયોક્સાઈડથી ભરેલુ છે
સંશોધનમાં જોવા મળ્યુ છે કે મંગળનું વાયુમંડળ ખૂબ જ પાતળુ છે અને કાર્બન ડાયોક્સાઈડથી ભરેલુ છે. તેમજ મોટાભાગે શુન્યથી નીચે તાપમાન રહે છે. બહુ ઓછા સમય માટે તાપમાન 5 થી 15 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે . પાણીની વાત તો છોડી દો અહી મળે છે તો માત્ર બરફ જોવા મળે છે. એટલે ત્યાં જીવન તો ઠીક પણ દુર જઈને રહેવુ પણ મુશ્કેલ છે.
પરંતુ વૈજ્ઞાનિકોએ હજુ નથી છોડી આશા
આટલા સંશોધન બાદ પણ વૈજ્ઞાનિકોએ મંગળ પરના જીવનની આશા છોડી નથી. તેમને આશા છે કે મંગળ પર જીવનના પ્રમાણ ક્યારેક તો મળશે જ અને રોવર ત્યા સપાટીની નીચે સુક્ષ્મજીવોની શોધ કરી રહ્યુ છે. પરંતુ આ નવા સંશોધનમાં વૈજ્ઞાનિકોનુ કહેવું છે કે આ સંશોધન માટે નવી ટેકનોલોજી સાથે આ યંત્ર તૈયાર કરવામાં આવ્યું છે.