Today Gujarati News (Desk)
વોટ્સએપે ફેબ્રુઆરીમાં 45 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે જાન્યુઆરી મહિનાની સરખામણીએ વધુ છે. વોટ્સએપે જાન્યુઆરીમાં 29 લાખ, ડિસેમ્બરમાં 36 લાખ અને નવેમ્બરમાં 37 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 1 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે, વોટ્સએપે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 45,97,400 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કંપનીના પ્રવક્તા દ્વારા જણાવ્યું હતું કે, યુઝર સેફટી અને મળતી ફરિયાદોના પગલે આ પ્રકારમી કાર્યવાહી કરવામાં આવે છે.
ટ્વિટર પર પણ લગભગ 6 લાખથી વધુ એકાઉન્ટ્સ હતા જે પ્લેટફોર્મ પર બાળ નગ્નતા અને જાતીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી પોસ્ટ શેર કરી રહ્યા હતા તેના પર કાયમી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે ટ્વિટરે લગભગ 1,548 એકાઉન્ટને પ્લેટફોર્મ પરથી પરમેન્ટ હટાવી દીધા છે કારણ કે તેઓ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
IT નિયમો હેઠળ કાર્યવાહી
IT નિયમો હેઠળ, મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે દર મહિને અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા ફરજિયાત છે. આ રિપોર્ટમાં કંપનીને મળેલી ફરિયાદો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો દર્શાવવાની હોય છે. અવારનવાર જોવામાં આવે છે કે સોશિયલ મીડિયા કંપનીઓની અભદ્ર ટીપ્પણી, ભ્રમિત સમાચાર, ખોટી માહિતી માટે ટીકા કરવામાં આવે છે. જે આ નિયમો વિરુધ છે.