Today Gujarati News (Desk)
દેશવિદેશમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવી રહેલા હુમલા અને દેખાવોના અહેવાલોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. વિદેશોમાં ભારતને બદનામ કરવાના પ્રયાસો સતત વધી રહ્યા છે. આ સૌની પાછળ એક મુખ્ય કારણ છે કે ભારતમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ સરકારની કાર્યવાહી. હવે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ સામે દેખાવો કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોએ એક ભારતીય પત્રકાર પર હુમલો કરી દીધો હતો. આ પત્રકારની ઓળખ લલિત ઝા તરીકે થઈ હતી. આ હુમલાની અમેરિકી સાંસદ રો ખન્નાએ પણ આકરી ટીકા કરી હતી.
માહિતી અનુસાર પત્રકાર પર દંડા વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. ખાલિસ્તાની સમર્થકોએ તેને અપશબ્દો પણ કહ્યા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે શનિવારે બપોરે ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થક દેખાવો કરી રહ્યા હતા અને પત્રકાર તેનું કવરેજ કરવા પહોંચ્યા હતા. અમેરિકામાં સ્થિત ભારતીય પત્રકારે યુએસ સર્વિસને તેની રક્ષા કરવા અને તેનું કામ કરવામાં મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે ખાલિસ્તાની સમર્થકોએ મારા ડાબા કાન પર બે દંડા માર્યા હતા. મદદ કરવા માટે આભાર. હું હોસ્પિટલથી આ ટ્વિટ કરી રહ્યો છું. મેં હુમલો થયા બાદ 911 પર કોલ કર્યો હતો. 2 પોલીસવાનમાં 4 લોકો આવ્યા. જેમણે મારી મદદ કરી. તેમણે ટ્વિટર એકાઉન્ટ પર સમર્થકોનો એક વીડિયો પણ શેર કર્યો હતો.

ભારતીય પત્રકારે જણાવ્યું કે હું ડરી ગયો હતો. પછી મેં 911 પર કોલ કર્યો. સીક્રેટ સર્વિસના અધિકારીઓએ જોયું અને તેમને ઘટના વિશે જાણ કરી. પત્રકારે હોબાળો કરનારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ લોકો અમૃતપાલના સમર્થનમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની ઝંડા લહેરાવીને દેખાવો કરી રહ્યા હતા.