Today Gujarati News (Desk)
પાકિસ્તાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘણા માતા-પિતા તેમની મૃત દીકરીઓના કબર પર તાળું મારી રહ્યાં છે. ડેઈલી ટાઈમ્સના રિપોર્ટ અનુસાર દેશમાં નેક્રોફિલિયા (Necrophilia) એટલે કે મૃત લોકો સાથે દુષ્કર્ણ કરવાના કેસ વધી રહ્યા છે. આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.
એક મનુષ્ય પોતાની હવસને છુપાવવા એટલી હદ વટાવી જશે તે કોઇએ ક્યારેય નહીં વિચાર્યું હોય.
એએનઆઈએ ડેઈલી ટાઈમ્સના રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે,પાકિસ્તાનમાં દર બે કલાકે એક મહિલા પર રેપ થાય છે, પરંતુ મૃત છોકરીઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ ખૂબ જ શરમજનક છે.
“ધ કર્સ ઓફ ગોડ, શા માટે મેં ઇસ્લામ છોડ્યો” ના લેખક હરિસ સુલતાન આ માટે કટ્ટરવાદી વિચારધારાને જવાબદાર ગણાવે છે. હરિસે આ અંગે કહ્યું કે, પાકિસ્તાનના કટ્ટરપંથી લોકોએ એવો સમાજ બનાવ્યો છે કે, માતા-પિતાને તેમની પુત્રીના મૃતદેહની સુરક્ષા માટે કબર પર પણ તાળું લગાવવું પડે છે.
લોકોએ શું કહ્યું?
લોકો આ માટે કટ્ટરવાદીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. નેક્રોફિલિયાનો સૌથી ખતરનાક કેસ 2011માં સામે આવ્યો હતો. જ્યારે કબ્રસ્તાનની સંભાળ રાખનાર ઉત્તર નિઝામાબાદ, કરાચીના મોહમ્મદ રિઝવાનની ધરપકડ કરવામાં આવી હતી.
મોહમ્મદ રિઝવાને જણાવ્યું હતું કે, તે અત્યાર સુધી 48 મહિલાઓના મૃતદેહો સાથે રેપ કરી ચૂક્યો છે. માનવ અધિકાર પંચે કહ્યું કે, પાકિસ્તાનમાં 40 ટકાથી વધુ મહિલાઓએ એક યા બીજા સમયે હિંસાનો સામનો કરવો પડ્યો છે. હાલમાં આ સમગ્ર મામલે સરકારે કંઈ કહ્યું નથી. તેને જોતા પાકિસ્તાનમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે તેમની કબરો પર લોખંડનો દરવાજો લગાવવામાં આવે છે, પરંતુ તે પછી પણ તે અટકવાનું નામ નથી લઈ રહી. આ સ્થિતિ ખૂબ જ ખતરનાક અને ડરામણી દેખાઇ રહી છે.