Today Gujarati News (Desk)
અદાણી ગ્રૂપ માટે છેલ્લા કેટલાક દિવસો ભારે તણાવપૂર્ણ રહ્યા છે. હિન્ડેનબર્ગનો રિપોર્ટ જાહેર થયા બાદથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડાનો દોર યથાવત્ છે. હવે અદાણી ગ્રૂપ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા જારી કરાયેલા બોન્ડની સ્થિતિ ગ્લોબલ માર્કેટમાં અત્યંત ખરાબ જણાઈ રહી છે.
તેમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વિસ્તૃત માહિતી મેળવતા પહેલાં આપણે એ બોન્ડ વિશે સમજીએ કે તે છે શું?
જ્યારે કોઈ વ્યક્તિ એક કંપની શરૂ કરે છે તો તે તેની સંપૂર્ણ મૂડીનું રોકાણ કરવાની જગ્યાએ લોન લેવાનું પસંદ કરે છે. જ્યારે તે કંપની મોટી થઈ જાય તો તે આઈપીઓ કે એફપીઓના માધ્યમથી પૈસા એકઠાં કરવાનો પ્રયાસ કરે છે. આ સૌ ઉપરાંત કંપનીઓ પાસે બોન્ડ ઈશ્યૂ કરીને પણ પૈસા એકઠાં કરવાનો વિકલ્પ હોય છે. ઉદાહરણ તરીકે માની લો કે ૧૦૦૦ રૂપિયાની જરૂર છે. આવી સ્થિતિમાં મેં ૩ વર્ષ માટે ૧૦ બોન્ડ ૫ ટકાના વ્યાજે જારી કરી દીધા.