Today Gujarati News (Desk)
શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ કબૂલાત કરી છે કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડા કર્યા હતા. તેણે આ આરોપને છુપાવા ઘણા પ્રયત્નો કર્યા જેથી ખબર ન પડે કે લાશ શ્રદ્ધાની છે.
આફતાબે કબૂલાતમાં એ પણ સ્વીકાર્યું કે, તેણે શ્રદ્ધાના શરીરના નાના-નાના ટુકડા કરી દીધા હતા અને તેને છતરપુર પાસે મેહરૌલીના જંગલોમાં ફેંકી દીધા હતા. તે પછી, તેણે સતત શ્રદ્ધાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એક્ટિવ રાખ્યું જેથી કોઈને શંકા ન જાય અને લોકોને એવું લાગે કે શ્રદ્ધા જીવિત છે. આજે પોતાની કબૂલાતમાં તેણે આ બધી બાબતોનો સ્વીકાર કર્યો હતો.
તેણે પોતાના કબૂલાતમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આફતાબે જણાવ્યું કે, તેણે મૃતદેહના કેટલાય ટુકડા પેટ્રોલથી સળગાવી દીધા અને હાડકાંને ગ્રાઇન્ડરમાં પીસીને તેનો પાવડર રસ્તા પર ફેંકી દીધો હતો. આ સિવાય તેણે કહ્યું કે, શ્રદ્ધા અને તેની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, તેથી તેણે સંબંધ સુધારવા માટે ટ્રિપ પણ પ્લાન કરી હતી. બંને 28-29 માર્ચ, 2022ના રોજ મુંબઈથી નીકળીને હરિદ્વાર પહોંચ્યા હતા.