Today Gujarati News (Desk)
ભારતીય નૌકાદળમાં સ્વદેશી નિર્મિત છ કલવરી ક્લાસ સબમરીન પ્રોજેક્ટ 75 અંતર્ગત સામેલ કરવામાં આવશે. જેમની પહેલી ચાર સબમરીનનો ભારતીય નૌકાદળમાં સમવેશ કરી દેવામાં આવ્યો છે. પાંચમી કલવરી ક્લાસ સબમરીન ‘INS વાગીર’ આજે ભારતીય નૌકાદળમાં જોડાવા જઈ રહી છે. આ આયોજિત સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ સબમરીન ‘વાગીર’ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. તેનું નિર્માણ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે.
MDLએ નવેમ્બર 2022માં આ પાંચમી સબમરીન નૌકાદળને હસ્તે આપી હતી. કમાન્ડિંગ ઓફિસર જણાવ્યું હતુ કે, આ સબમરીન નૌકાદળ અને દેશની સુરક્ષા જરૂરિયાતોને સંતોષવા સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપરાંત તેમણે એવી પણ વાત કરી હતી કે, સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક મોટું છે. જેનાથી આગામી દિવસોમાં આપને સંરક્ષણ ક્ષેત્રે ખુબ મદદ મળી શકે છે.
સબમરીનની વિશેષતાઓ?
આ INS વાગીર સબમરીન 67 મીટર લાંબી અને 21 મીટર ઊંચી છે. સબમરીન પાણીની ઉપર 20 કિમી પ્રતિ કલાક અને પાણીની અંદર 40 કિમી પ્રતિ કલાકની ઝડપની ક્ષમતા ધરાવે છે. આ સબમરીનમાં 50થી વધુ નૌકાઅધિકારીઓ સર્ચ ઓપરેશન માટે આરામથી જઈ શકે છે. ઉપરાંત તે 16 ટોર્પિડો અને મિસાઇલોથી સજ્જ છે. જે નજીકમાં આવતી દુશ્મનની સબમરીન તોડી પાડવા સક્ષમ છે.
પ્રોજેક્ટ 75 શું છે??
આ પ્રોજેક્ટ રૂ.43,000 કરોડના અંદાજિત ખર્ચે અતિઆધુનિક એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ સ્વદેશી નિર્મિત સબમરીનનું નિર્માણ કરતો પ્રોજેક્ટ છે. જેના અંતર્ગત કુલ 6 સબમરીનનું નિર્માણ કરવામાં આવશે. 2007માં મંજૂર કરાયેલ પ્રોજેક્ટ 75I સ્વદેશી સબમરીન નિર્માણ માટે ભારતીય નૌકાદળની 30 વર્ષની યોજનાનો એક ભાગ છે.
આ 6 સબમરીન કઈ??
INS કલવારી
INS ખંડેરી
INS કરંજ
INS વેલા
INS વાગીર
INS વાગસીર
પ્રોજેક્ટ 75Iની વિશેષતા
અત્યાર સુધીના સૌથી મોટા ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ્સમાંથી એક છે.
સુરક્ષા ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને સુનિશ્ચિત કરવા કરે છે.
ભારતની ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષિતને નિશ્ચિત કરે છે.