Today Gujarati News (Desk)
ગુરુવારે ઓનલાઈન ગેમિંગને લગતા નવા નિયમો જાહેર કરીને સરકારે સટ્ટાબાજીને લગતી કોઈપણ રમત પર પ્રતિબંધ મૂક્યો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સટ્ટાબાજી અને જુગાર માટેની જાહેરાતો સામે નવી સલાહકારી ચેતવણી બહાર પડાઈ છે. આ ચેતવણીમાં મીડિયાને સટ્ટાબાજીના પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. મંત્રાલયે ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરતા સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની પણ સલાહ આપી છે. આ સાથે માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સેલ્ફ-રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન્સ (SROs)નો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે.
ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો જારી કરતી વખતે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે, ઓનલાઈન ગેમ્સને મંજૂરી આપવાના માપદંડો નક્કી કરવા માટે એક નવી સ્વ-નિયમનકારી સંસ્થા હશે. બીજી તરફ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, નવા ઓનલાઈન ગેમિંગ નિયમો અનુસાર સટ્ટાબાજી સાથે જોડાયેલી ઓનલાઈન ગેમ્સને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
ઓનલાઈન ગેમ્સને આના આધારે મંજૂરી આપવામાં આવશે
ચંદ્રશેખરે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, ઓનલાઈન ગેમિંગ પ્રવૃતિઓ સંબંધિત અનેક SROs બનાવવામાં આવશે, જેમાં તમામ હિતધારકોના પ્રતિનિધિઓ સામેલ હશે. જોકે, તે માત્ર ઉદ્યોગના પ્રતિનિધિઓ નહીં હોય. તેમણે કહ્યું, “અમે એક ફ્રેમવર્ક સેટ કરી રહ્યા છીએ જે નક્કી કરશે કે, SRO દ્વારા કઈ ઓનલાઈન ગેમ્સને મંજૂરી આપી શકાય. SRO પણ ઘણી સંખ્યામાં હશે.
ઓનલાઈન ગેમને મંજૂરી આપવાનો નિર્ણય એ ધ્યાનમાં રાખીને લેવામાં આવશે કે, આ ગેમમાં કોઈપણ રીતે સટ્ટાબાજીનો સમાવેશ થતો નથી. જો SRO ને ખબર પડે કે, ઓનલાઈન ગેમ પર બેટ્સ લગાવવામાં આવી રહ્યા છે, તો તે તેને મંજૂર કરશે નહીં.