Today Gujarati News (Desk)
આજે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જીવનભર માટે એકબીજાના થઈ ગયા છે. સિદ્ધાર્થ-કિયારાએ મિત્રો અને નજીકના સંબંધીઓની ઉપસ્થિતિમાં 7 ફેરા લીધા છે. દરમિયાન સિદ્ધાર્થ અને કિયારાએ બંને કપલે તેમના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં લખાયું હતું કે, ‘અમે અમારી આગળની સફરમાં તમારા આશીર્વાદ અને પ્રેમની માંગ કરીએ છીએ.’
મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો સિદ્ધાર્થ-કિયારાનો વેન્ડિંગ ડ્રેસ
સિદ્ધાર્થ અને કિયારાએ સિલ્વર કલરનો પરંપરાગત ડ્રેસ પહેર્યો હતો. સિદ્ધાર્થ શેરવાનીમાં રોયલ લાગી રહ્યો હતે. 30 વર્ષની કિયારા અડવાણી અને સિદ્ધાર્થની વેન્ડિંગ ડ્રેસ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. કિયારા લેંઘામાં ખુબ જ ખુબસુરત લાગી રહી છે, તો સિદ્ધાર્થ શેરવાનીમાં રોયલ લાગી રહ્યો છે. અહેવાલોનું માનીએ તો મનીષ મલ્હોત્રાએ કિયારા-સિદ્ધાર્થના પરિવારોના સભ્યોના પણ ડ્રેસ તૈયાર કર્યા હતા.
લગ્ન સમારંભમાં દેશી ભોજન પીરસાયું
લગ્નમાં પરિવાર ઉપરાંત બોલિવૂડના સેલેબસ પણ પહોંચ્યા હતા, જેઓ હવે રિસેપ્શનની રાહ જોઈ રહ્યા છે. અહેવાલોનું માનીએ તો ડાયરેક્ટર શકુન બત્રા, પૂજા શેટ્ટી, આરટી શેટ્ટી, સોનાક્ષી સિન્હા સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ સૂર્યગઢ પેલેસે પહોંચ્યા હતા. કિયારા અને સિદ્ધાર્થના લગ્ન બાદ દિલ્હીમાં રિસેપ્શન યોજાશે. ત્યારબાદ મુંબઈમાં 12મી ફેબ્રુઆરીએ બોલિવૂડના મિત્રો સાથે શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવશે. મળતા અહેવાલો મુજબ લગ્ન સમારંભમાં ભોજન દરમિયાન મહેમાનોને દેશી ભોજન પીરસાયું હતું.
સોશિયલ મીડિયા પર લગ્નનો વીડિયો વાયરલ
આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના આયોજનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૂર્યગઢ પેલેસનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. તો સૂર્યગઢ પેલેસનો શણગાર પણ જોવા મળી રહ્યો છે.