Today Gujarati News (Desk)
સામાન્ય માણસને મોંઘવારી મુદ્દે મોટી રાહત મળવાની આશા છે કેમ કે ઘઉંના ભાવમાં ઘટાડો થવાના અણસાર છે. સૂત્રો અનુસાર સરકારે ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉં વેચવાનો જે નિર્ણય લીધો છે તેનાથી ઘઉં અને ઘઉંના લોટની કિંમતોમાં 4થી 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધીનો ઘટાડો આવી શકે છે.
રિપોર્ટ અનુસાર ઘઉં અને તેના લોટની વધતી કિંમતો પર નિયંત્રણ માટે સરકારે બુધવારે પોતાના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો હતો. આ ઘઉંને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આગામી 2 મહિનામાં વિભિન્ન માધ્યમોથી વેચવામાં આવશે.
લોટ મિલ માલિકોને ઘઉં વેચવામાં આવશે
આ ઘઉં લોટ મિલ માલિકોને ઈ-નિલામી દ્વારા વેચવામાં આવશે. ઘઉં પીસીને લોટ બનાવવા અને તેને જનતા સુધી 29.50 રૂપિયાના મહત્તમ છૂટક મૂલ્યમાં પહોંચાડવા માટે એફસીઆઈ ઘઉંને જાહેર ક્ષેત્રના એકમો, સહકારી સંઘ અને અન્ય સંસ્થાઓને 23.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચશે.
ઘઉંના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા સીમિત લાગે છે અને કિંમતો 2023-24 ના લઘુતમ સમર્થન મૂલ્ય 21.25 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર રહેશે. બજાર સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યુ કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર 2023-24 માટે એમએસપી કરતા બોનસની જાહેરાત કરતા નથી, ત્યાં સુધી નવા માર્કેટિંગ સત્રમાં પોતાના ભંડારને ફરીથી ભરવા માટે કેન્દ્રના કાર્યને મુશ્કેલ બનાવી શકે છે.
જોકે, અન્ય લોકોનું માનવુ છે કે એકવાર જ્યારે નવા ઘઉંનો પાક બજારમાં આવવાનો શરૂ થઈ જાય છે તો મધ્ય પ્રદેશને છોડીને તમામ ઉત્પાદક રાજ્યોમાં કિંમતો એમએસપીથી નીચે જઈ શકે છે. જો ઉત્પાદન સારુ થાય તો.
ઉલ્લેખનીય છે કે દેશના મુખ્ય શહેરોમાં ઘઉંની સરેરાશ કિંમત બુધવારે 33.43 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં ભાવ 28.24 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આ વર્ષે ઘઉંના લોટની સરેરાશ કિંમત 37.95 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાઈ અને ગયા વર્ષે ભાવ 31.41 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.